જમ્મુ, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ ટીએસ ઠાકુરની જમીન એક દંપતીએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ડૉક્ટરની પત્નીને રૂ. ૧.૮૦ કરોડમાં વેચી દીધી. ક્રાઈમ બ્રાંચે આરોપી દંપતીની ધરપકડ કરી છે. દંપતીએ જમ્મુ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેને પ્રિન્સિપલ સેશન્સ જજ સંજય પરિહારે ફગાવી દીધી હતી. શ્રીનગરમાં રહેતા મોહમ્મદ અફઝલ બેગે તેની પત્ની ફાતિમા કૌસર સાથે મળીને આ છેતરપિંડી કરી છે. બંને રામબનના ગુલના મૂળ રહેવાસી છે.આરોપીઓએ સિદ્દામાં નિવૃત્ત ચીફ જસ્ટિસ ટી.એસ. ઠાકુરની ૨ કનાલ જમીન ડૉ. ખામિદ મહેમૂદની પત્ની ગુલ-એ-સુરખાબને રૂ. ૧.૮૦ કરોડમાં વેચી હતી. આ માટે બનાવટી કોન્ટ્રાક્ટ તૈયાર કરીને જમીનના બનાવટી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં આ જમીન હજુ પણ નિવૃત્ત સીજેઆઇના નામે છે. સેશન્સ જજની કોર્ટમાં જામીન અરજી પરની ચર્ચા દરમિયાન આ બાબત પ્રકાશમાં આવી હતી.
ફરિયાદી ગુલ-એ-સુરખાબ વતી એડવોકેટ સમીર પંડિતાની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશ સંજય પરિહારે કહ્યું હતું કે આરોપીઓ જામીન મેળવવા માટે હકદાર નથી કારણ કે જો તે મંજૂર કરવામાં આવે તો બાકીની રકમની વસૂલાતની શક્યતાઓ પણ ઘટી જશે. પણ આરોપી ભાગી જાય તેવી પૂરી આશંકા છે. પોલીસ રિપોર્ટ અનુસાર અરજદાર મોહમ્મદ અફઝલને તપાસ એજન્સી સમક્ષ હાજર થવા માટે બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તે હાજર થયો ન હતો. કોઈક રીતે તે છટકીને શ્રીનગર ગયો. બાદમાં તે શ્રીનગરમાંથી ઝડપાયો હતો. આવી સ્થિતિમાં, ગુનાની પ્રકૃતિ અને ગંભીરતા અને સમાજ પર તેની અસરને ધ્યાનમાં રાખીને, અરજદાર આ તબક્કે જામીનની છૂટ મેળવવા માટે હકદાર નથી. જ્યાં સુધી આરોપીની પત્ની ફહમિદા કૌસરનો સંબંધ છે, તેને ધરપકડમાંથી વચગાળાનું રક્ષણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેની સામે ઉપલબ્ધ સામગ્રીને જોતાં, તેણીએ ફરિયાદીને છેતરવા માટે તેના પતિ સાથે કાવતરું ઘડ્યું હોવાનો પણ આરોપ છે. તેથી બંનેની જામીન અરજી નામંજૂર કરવામાં આવી રહી છે.તબીબે આરોપીઓ પાસેથી અગાઉ જમીન લીધી હતી અને તે જ વિશ્ર્વાસમાં આ સોદો કર્યો હતો. તમને જણાવી દઈએ કે ફરિયાદી ગુલ-એ-સુરખાબ મૂળ ગુર્જર નગરની રહેવાસી છે. તેમના પતિ ડો.ખાલિદ મહમૂદે સિધાડામાં રણજીતસિંહ પાસેથી જમીન લઈને મકાન બનાવ્યું હતું. ડો.એ આરોપી મોહમ્મદ અફઝલ બેગ મારફત રણજીત પાસેથી આ જમીન ખરીદી હતી. આ જમીનની સાથે બે કેનાલનો પ્લોટ હતો. આરોપી અફઝલે ડોક્ટરને કહ્યું કે આ જમીન પણ તેની છે.જમીન ઘર પાસે હતી એટલે ડોક્ટરે અફઝલને વિશ્ર્વાસમાં લઈને બે કનાલ જમીન ખરીદવા માટે રૂ.૨.૨૫ કરોડમાં સોદો કર્યો હતો. તેને વેચવા માટે ૨૦૧૮માં કરાર કરવામાં આવ્યો હતો. તેના બદલામાં તેઓએ રૂ. ૧.૮૦ કરોડ લીધા પરંતુ જમીનના માલિકી હક્ક આપ્યા ન હતા. બાદમાં ડો.ખાલિદની પત્નીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ જે જમીન વેચી છે તે ખરેખર નિવૃત્ત ચીફ જસ્ટિસ ટીએસ ઠાકુરની છે.આરોપીએ ડોક્ટરની પત્નીને ૫ ચેક પણ આપ્યા હતા. આ ચેકો રૂ. ૧.૮૦ કરોડ પરત કરવાના હતા, પરંતુ તે ક્યારેય કેશ થયા ન હતા. આરોપીએ ડોક્ટરની પત્નીને ૨૦૨૨માં પૈસા પરત કરવાની એફિડેવિટ પણ આપી હતી. તેમ છતાં પૈસા પરત મળ્યા ન હતા. તે પાંચ વર્ષ સુધી ડૉક્ટરની પત્નીને પૈસા ચૂકવવા બાબતે ચકચાર કરતો રહ્યો.