લીબિયામાં ભયંકર તોફાન બાદ બે ડેમ તૂટ્યા, ૫ હજાર લોકો દરિયામાં તણાયા, ૨૦૦૦ લોકોના મોત

ઉત્તરી આફ્રિકાના દેશ લીબિયા હાલમાં ભયંકર પુરની ચપેટમાં આવી ગયું છે. સમુદ્રી તોફાન ડૈનિયલના ઉત્પાત બાદ બે ડેમ તુટવાથી લીબિયાના શહેર ડર્નામાં હાલત ભયંકર થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ અનુસાર, લીબિયામાં આવેલા પુરના કારણે બે હજારથી વધારે લોકો મરવાની આશંકા છે. લગભગ પાંચથી છ હજાર લોકો ગુમ થયા હોવાની સૂચના છે. અલ ઝઝીરા ન્યૂઝ ચેનલના રિપોર્ટમાં જણાવ્યું છે કે, તોફાનના કારણે પહાડોથી ઘેરાયેલા ડર્ના શહેરના બે ડેમ તુટી ગયા છે. ડેમ તુટવાથી લગભગ 330 લાખ ક્યૂબિક મીટર પપાણી શહેરમાં ઘુસી ગયા, જેનાથી તબાહી મચી ગઈ.

પૂર્વી લીબિયાના કંટ્રોલવાળી લીબિયાઈ રાષ્ટ્રીય સેનાના પ્રવક્તા અહમદ મિસ્મારીએ એક ટીવી ચેનલ સાથે વાત કરતા જણાવ્યું છે કે, ડર્નાની ઉપર બનેલા ડેમ તુટવાના કારણે લોકો તણાઈએ સમુદ્રમાં જતા રહ્યા. લીબિયાના પ્રધાનમંત્રી ઓસામા હમદે સોમવારે ટીવી ચેનલ અલ મસર સાથે વાતચીતમાં જણાવ્યું કે પૂર્વી શહેર ડર્નામાં આ તોફાનના કારણે 2000થી વધારે લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. હજારો લોકો ગુમ છે.

સરકાર તરફથી ડર્નાને આપદા ક્ષેત્ર ઘોષિત કરી દીધું છે. આ અગાઉ સ્વાસ્થ્ય મંત્રી ઓથમાન અબ્દુલઝલીલે આ આપદામાં સઉદી અરબની ન્યૂઝ ચેનલ અલ અરબિયાને કહ્યું હતું કે, ડર્નામાં પુરથી 27 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે લખ્યું છે કે, લોકો સોમવારે સવારે સુઈ રહ્યા હતા. આ દરમ્યાન તેજ ગતિથી પાણી આવ્યું અને ઘરોમાં ઘુસી ગયું. પાણીનું સ્તર 10 ફુટ ઉંચુ હતું. પૂર્વી લીબિયાની સંસદમાં આ ઘટના બાદ ત્રણ દિવસનું મૌન રાખવામાં આવ્યું છે.

યૂનાઈટેડ નેશન તરફથી તેના પર કહેવાયું છે કે, પ્રભાવિત લોકોને યોગ્ય મદદ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કતર તરફથી લીબિયામાં રાહતનો સામાન મોકલવામાં આવ્યો છે.