દાહોદ:, આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત જીલ્લા કલેકટર ર્ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ સેવાસદન દાહોદ ખાતે યોજાઇ હતી.આ અવસરે જીલ્લા કલેક્ટર ર્ડા. હર્ષિત ગોસાવીએ આયુષ્યમાન ભવ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા આગામી તારીખ 13 મી સપ્ટેમ્બર રોજ વર્ચ્યુઅલ રીતે દેશભરમાં આયુષ્યમાન ભવ: કાર્યક્રમ લોન્ચ કરવામાં આવશે જેના અનુસંધાને દાહોદ જીલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
દાહોદ જીલ્લામાં આયુષ્માન ભવ: કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓ સુધી તમામ આરોગ્યલક્ષી યોજનાઓ અસરકારક રીતે પહોંચી શકે તે માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રજાજનોને આરોગ્યની યોજનાની સંપૂર્ણપણે માહિતગાર કરવા તેમજ યોજનાઓનો સો ટકા લાભ જીલ્લાના છેવાડાના ગામડાના લાભાર્થીઓ સુધી પણ પહોંચે તે માટે 17મી સપ્ટેમ્બર થી આયુષ્માન ભવ: અભિયાન હાથ ધરાશે આ અભિયાન અંતર્ગત તારીખ 13 મી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર દરમિયાન વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ જેવી કે આયુષ્માન કાર્ડ કેમ્પ,રક્તદાન શિબિર સહીત વિવિધ કેમ્પનું આયોજન કરાયું છે.આયુષ્માન ભવ: કાર્યક્રમ હેઠળ આયુષ્માન આપકે દ્વાર ત્રીજા તબક્કાનો કાર્યક્રમ કરાશે. જેમાં પીએમજય યોજના હેઠળ લાયક લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ માટે તારીખ 17 મી સપ્ટેમ્બરે ઝુંબેશ રૂપે કાર્યવાહી હાથ ધરી એક પણ લાભાર્થી વંચિત ન રહે તેની ખાતરી કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આયુષ્માન મેળા અને આયુષ્યમાન સભાનું પણ આયોજન કરવામાં આવશે. તારીખ 17 મી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સેવા પખવાડીયા તરીકે ઉજવવામાં આવશે. સેવા પખવાડીયા દરમિયાન આરોગ્યને લગતી વિવિધ સેવાઓની પ્રવૃત્તિઓ સાથે ગ્રામીણ અને શહેરી વિસ્તારની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓ ઉપર પણ સ્વચ્છતા અભિયાન અને રક્તદાન શિબિર જેવી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમએ જણાવ્યું હતું કે, આગામી તા.13મી સપ્ટેમ્બરના રોજ વર્ચ્યુઅલ રીતે દેશભરમાં “આયુષ્યમાન ભવ:” કાર્યક્રમ લોન્ચ કરવામાં આવશે. જેના અનુસંધાને દાહોદ જીલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
દાહોદ જીલ્લામાં “આયુષ્યમાન ભવ:” કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓ સુધી તમામ આરોગ્ય લક્ષી યોજનાઓ અસરકારક રીતે પહોંચી શકે તે માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રજાજનોને આરોગ્યની યોજનાથી સંપૂર્ણપણે માહિતગાર કરવા તેમજ યોજનાઓનો 100 ટકા લાભ જીલ્લાના છેવાડાના ગામડાના લાભાર્થીઓ સુધી પણ પહોંચે તે માટે 17મી સપ્ટેમ્બરથી “આયુષ્યમાન ભવ:” અભિયાન હાથ ધરાશે.
આ પત્રકાર પરિષદમાં જીલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટિલાવત નાયબ માહિતી નિયામક એસ.જે. બળેવીયા, જીલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ તેમજ જીલ્લાના પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.