ગરબાડા તાલુકાના બોરીયાલામાં ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

  • તા.12સપ્ટેમ્બર ના રાત્રીના 9 વાગિયાની આસપાસ રસતા પર અજગર જોવાતા ઓલ એનિમલ રિસ્ક્યું ટીમ જાણ કરતા અજગર નું રેસ્ક્યુ કરાયું હતું.

ગરબાડા, પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના બોરિયાળા ગામના માળ ફળિયામાં તારીખ 12 ના રાત્રિના નવ વાગ્યાની આસપાસ એક મહાકાય અજગર જોવા મળતા ગામ લોકો દ્વારા ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતાની સાથે જ ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચીને અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જે રેસ્ક્યુ કરાયેલ અજગરનો વજન 14 કિલો તેમજ તેની લંબાઈ 7, 8 ફૂટ જોવા મળી હતી. જેને રેસ્ક્યુ કર્યા બાદ ફોરેસ્ટ એરિયામાં રિલીઝ કરવામાં આવ્યો હતો.