
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકામાં નાની ઉંમરના ત્રણ બાળક, બાળકીઓ કોઈક કારણોસર ઝેરી દવા પી લેતા બેનાં મોત નીપજ્યા હતા. જ્યારે એકને સારવાર હેઠળ રખાઈ છે.
મળતી માહિતી અનુસાર, નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના મોટાપીરીયા ગામમાં રહેતી કરિશ્માબેન ઇશ્વરભાઇ કાનજીભાઇ તડવી (ઉ.વ.17) ગતરોજ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પોતાની જાતે જ પી જતા સારવાર અર્થે વડોદરા લઈ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જ્યારે બીજો બનાવ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલિયા ગામે બન્યો જેમાં મહેશભાઈ વસંતભાઈ ભીલ (ઉ.વ.18) પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પીટલમાં લઇ ગયા હતા. બાદ વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં રિફર કરતા ત્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ત્યાર બાદ ત્રીજો બનાવ ગરુડેશ્વર તાલુકાના મોટા પિંપરીયા ગામમાં બન્યો હતો. જેમાં કરીશ્માબેન ઇશ્વરભાઇ તડવી (ઉ.વ 17) કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા સારવાર હેઠળ છે અને ચોથો બનાવ તિલકવાડા તાલુકાના નવાપુરા( શીરા) ગામે બન્યો હતો. જેમાં મુકેશભાઇ જયરામભાઇ ભીલ (ઉ.વ. 41) પોતાના ઘરે કોઇ કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેમના પિતા જયરામભાઇ વેચાભાઇ ભીલને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં લઇ આવેલા. દર્દી હાલ ભાનમાં છે અને સારવાર હેઠળ છે.
આમ નર્મદા જિલ્લામાં ચાર ગામોમાં દવા પીવાની ઘટના બનતા પોલીસે તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી નર્મદા જિલ્લામાં કોઈકને કોઈક કારણોસર સગીર વયના બાળકો દવા પી આપઘાત કરતા હોવાનું સામે આવ્યું છે. જે બાબત ચિંતાજનક કહી શકાય.