બનાસકાંઠા: સુરક્ષીત ગણાતા ગુજરાતમાં હવે માસૂમ બાળકીઓ નરાધમોના નિશાને છે. બે દિવસમાં બે હિંચકારી ઘટનાથી હવે માસૂમ બાળકીઓની સુરક્ષા પર સવાલ ઊભા કર્યા છે. સુરત બાદ બનાસકાંઠામાં પણ નરાધમે 9 વર્ષની માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવી. બનાસકાંઠાના પાલનપુરમાં શ્રમજીવી પરિવારની બાળકી પર ભાગીદારે જ ખેતરમાં દુષ્કર્મ આચર્યું. જો કે બાળકીએ બૂમાબૂમ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા. પરંતુ હસખોર હેવાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો. હાલ પોલીસે નરાધમ રાવતા ખોખરિયા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે..તો બીજી તરફ સુરતમાં ઊંઘતી નવ વર્ષની માસૂમ બાળકીને શેરડીના ખેતરમાં લઈ જઈ નરાધમે દુષ્કર્મ આચર્યું..જે બાદ બાળકી રડતા રડતા ઘરે પહોંચી તો પરિવારજનોના પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ. માસૂમ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને પોલીસે નરાધમને પકડવા તપાસ હાથ ધરી. પરંતુ સવાલ એ થાય છે ક્યાં સુધી આ હેવાનો માસૂમ બાળકીઓની આવી રીતે પીંખતા રહેશે..
બનાસકાંઠા જિલ્લામાં સતત દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજબરોજ જિલ્લાના અનેક પોલીસ મથકોમાં દુષ્કમોની ઘટનાઓને પોલીસ ફરિયાદો નોંધાઇ રહી છે, જેને લઈને અનુમાન લગાવી શકાય કે આરોપીઓને પોલીસનો ડર કે ખોફ રહ્યો નથી. ગઈકાલે જ પાલનપુર તાલુકાના હસનપુરમાં હવસ ભૂખ્યા નરાધમે 9 વર્ષની બાળકી ઉપર આચર્યું દુષ્કર્મ આચર્યું હતું. શ્રમજીવી પરિવારની 9 વર્ષની બાળકી ખેતરમાં રમી રહી હતી ત્યારે બાજુના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા નરાધમે બાળકી ઉપર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. જોકે બાળકીએ બૂમાબૂમ કરતા તેની માતા સહિત અન્ય લોકો દોડી આવતા આરોપી નરાધમ થયો ફરાર થઈ ગયો હતો. તે બાદ ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી અને બાળકીના પરિવારે આરોપી નરાધમ રાવતાભાઈ ખોખરીયા સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ બે દિવસ પહેલા અમીરગઢના ઉપલાબંધની આશ્રમશાળાના શિક્ષકે પોતાના મિત્રની પત્ની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. અમીરગઢના ઉપલાબંધની માધ્યમિક આશ્રમશાળાના શિક્ષકની હવસભરી કરતૂતથી શિક્ષણ બેડામાં ચકચાર મચી છે, શિક્ષકે પોતાના મિત્રની પત્ની ઉપર બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારતા અમીરગઢ પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષકને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો જિલ્લામાં સતત દુષ્કર્મની ઘટનાઓ ચિતાજનક બની રહી છે જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે.