પતિએ સંતાન પ્રાપ્તિની ચાહમાં તાંત્રિકને સોંપી દીધી પત્ની

આજે દેશ અને દુનિયામાં સતત ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. નવા નવા ઉપકરણો વિકસિત થઈ રહ્યા છે. નિઃસંતાન દંપત્તિને પણ બાળકો થાય તે માટેની ટેસ્ટ-ટ્યુબ બેબી જેવી થિયોરીનો ઉપયોગ કરીને સંતાન સુખ આપવામાં આવે છે, ટેક્નોલોજી આટલી બધી વિકસિત થવા છતા આજે પણ લોકો અંધશ્રદ્ધા, ભગત-ભૂવા અને તાંત્રિક પર વિશ્વાસ કરે છે, જે ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે, તો કેટલાક સંતાન પ્રાપ્તિ માટે તાંત્રિક, ભગત-ભૂવાનો સહારો લે છે. એવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં સંતાન પ્રાપ્તિ માટે એક પતિએ પોતાની જ પત્ની તાંત્રિકને સોંપી દીધી. ચાલો તો જોઈએ કે આ ઘટના ક્યાંની છે.

મેરઠમાં એક પતિ દ્વારા સંતાનની ચાહમાં પોતાની પત્નીને એક તાંત્રિકને સોંપવાની ઘટના સામે આવી છે. તાંત્રિક પર આરોપ છે કે તેણે ઘણી વખતે મહિલા સાથે દુષ્કર્મ કર્યું. આ બાબતે દેહલા ગેટ પોલીસ સ્ટેશનની પોલીસે આરોપી તાંત્રિક અને મહિલાના પતિની ધરપકડ કરી લીધી છે. દેહલી ગેટ પોલીસ સ્ટેશનમાં આવતા પૂર્વા ફૈયાઝ અલી વિસ્તારમાં રહેતા તાહિરના લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલા 30 વર્ષીય મહિલા સાથે થયા હતા. તાહિરની એક તાંત્રિક ઈસ્માઈલ ઉર્ફે ભૂરા સાથે મિત્રતા હતી.

તાંત્રિકનું તાહિરના ઘરે આવવા જવાનું રહેતું હતી. લગ્નના દોઢ વર્ષ વીતી ગયા હોવા છતા તાહિરની પત્નીને સંતાન નહોતું થયું, પરંતુ તાહિરની ઈચ્છા હતી કે તેને કોઈ સંતાન થાય, એ ઇચ્છાના ચક્કરમાં તેણે આ નીચ હરકત કરી દીધી. પતિ તાહિરે તાંત્રિક ઇસ્માઈક ઉર્ફે ભૂરા સાથે વાતચીત કરીને પોતાની પત્નીને તેને સોંપી દીધી. ત્યારબાદ તાંત્રિકે તાહિરની પત્ની સાથે ઘણી વખતે દુષ્કર્મ કર્યું. તેની જાણકારી જ્યારે મહિલાના ઘરના લોકોને મળી તો તેઓ ગુસ્સે ભરાઈ ગયા અને મહિલાના પતિ અને તાંત્રિક ઈસ્માઈલ ઉર્ફે ભૂરા વિરુદ્ધ તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીને કાર્યવાહી કરવાની માગણી કરી.

આ બાબત પર પોલીસ સ્ટેશનના CO અરવિંદ ચોરસિયાએ જણાવ્યું હતું કે આરોપી તાંત્રિક અને મહિલાના પતિ વિરુદ્ધ કેસ દાખલ કરીને ધરપકડ કરી લેવામાં આવી છે અને એ બંનેને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં તાંત્રિક પર આરોપ સાચા સાબિત થયા છે અને મહિલાના પતિને પણ કલમ 120(B) હેઠળ ગુનેગાર બનાવવામાં આવ્યો છે.