
સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસના (corona virus) સંક્રમણે પાછલા દોઢ વર્ષમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસને લગતી રોજેરોજ નવી જાણકારીઓ મળે છે, તેવામાં સાબરમતી (Sabarmati River) નદીમાં કોરોના વાયરસના સેમ્પલ મળી આવ્યા હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત જાણકારી મુજબ દેશના અનેક શહેરોમાં સિવેજ એટલે (Sewage Line) કે ગટરની લાઇનમાંથી કોરોના વાયરસના જીવિત સેમ્પલ મળી આવ્યાની ઘટના સામે આવી હતી પરંતુ કુદરતી જળ સ્રોતમાંથી કોરોનાના સેમ્પલ મળી આવ્યાની આ પ્રથમ ઘટના સામે આવી છે. અમદાવાદની સાબરમતી નદીમાંથી લેવાયેલા તમામ સેમ્પલમાં કોરોનાના વાયરસ મળી આવ્યા છે.
આ ઉપરાંત સાબરમતી સાથે સાથે કાંકરિયા, ચંડોળા તવાળમમાંથી લેવાયેલા સેમ્પલમાં પણ કોરોના વાયરસ મળઈ આવ્યો હોવાની પુષ્ટી થઈ છે. આ ઘટના બાદ આસામના ગુવહાટીમાં પણ વૈજ્ઞાનિકોએ નદીઓનાં પાણીના સેમ્પલની તપાસ કરી હતી અને તેમાંથી પણ કોરોનાના સેમ્પલ મળી આવ્યા હોવાની વાત સામે આવી છે.મામલો મૂળે એવો છે કે ગાંધીનગરની આઈઆઈટીના અર્થ સાયન્સ વિભાગના મનીષ કુમારે જણાવ્યું કે અત્યારસુધી ફક્ત સીવેજ લાઇનમાં જ કોરોનાના જીવિત સેમ્પલ હોવાની પુષ્ટી થઈ હતી. જોકે, અમારી ટીમે જ્યારે પાણીના સેમ્પલના લીધા અને તેની તપાસ કરી તો ચોંકાવનારી બાબત સામે આવી. અમદાવાદમાં સૌથી વધુ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. ગુહાટીમાં એકપણ પ્લાન્ટ નથી. અમારી ટીમે બંને જગ્યાએથી સેમ્પલ લીધા તો એમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ હતી.મનીષ કુમારે જણાવ્યું કે એમની ટીમ દ્વારા 3 સપ્ટેમ્બરથી લઈને 29 ડિસેમ્બર 2020ની વચ્ચે દર અઠવાડિયે સાબરમતીમાંથી 694, કાંકરિયાના 549, ચંડોળા 402 સેમ્પલ એકત્રિત કર્યા હતા. શોધમાં સેમ્પલમાં કોરોના વાયરસ હોવાની પુષ્ટી થઈ હતી.
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી ઇજનેર હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ સેમ્પલ ક્યારે અને કેવી રીતે લેવાયા તેના અંગે અમને કોઈ માહિતી નથી. એ.એમ.સી. પાસેથી પરવાનગી લીધા વગર સેમ્પલ લેવાયા છે. સેમ્લપનું ટેસ્ટીંગ ક્યાં અને કઈ પદ્ધતિથી કરાયું એ અંગે પણ અમને કોઈ માહિતી નથી. અમે રાજ્ય સરકારની સંસ્થાને નિયમીત રીતે તપાસ માટે મોકલીએ છીએ. રાજક્ય સરકારની ગુજરાત બાયોટેક રિસર્ચ સેન્ટરે અમને 11 સથ્ળ આપ્યા છે તે મુજબ અમે સેમ્લપ મોકલી આપીએ છીએ.અહેવાલ મુજબના 3 સ્થળેથી પણ અમે સેમ્લપ લઈને મોકલી આપીશું. માનવીના ઉપયોગ બાદ વેસ્ટ વોટરમાં વાયરસની હાજરી હોઈ શકે છે પરંતુ તાજા પાણીમાં આ પ્રકારે વાયરસ હોય એવી માહિતી હજુ વિશ્વાસમાં આવતી નથી. જોકે, આઈઆઈટીના આ અહેવાલથી અમદાવાદીઓએ ડરવાની જરૂર નથી.