અમદાવાદ શહેરના નવા મેયર બન્યાં પ્રતિભા જૈન. ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલ

  • કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહનો દબદબો રહ્યો.

અમદાવાદ, અમદાવાદ અને વડોદરા શહેરને આજે નવા મેયર મળ્યા છે. પ્રતિભા જૈનની અમદાવાદના નવા મેયર તરીકે જાહેરાત કરવામાં આવી છે. મેયર પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત હોવાથી મહિલા મેયરની નિમણૂક કરાઈ છે. તો ડેપ્યુટી મેયર તરીકે જનીત પટેલના નામની પસંદગી કરાઈ છે. તો દેવાંગ દાણી અમદાવાદના નવા સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે જાહેર કરાયા છે. પક્ષ નેતા તરીકે ગૌરાંગ પ્રજાપતિ રહેશે આ તમામ હોદ્દેદારોનો કાર્યકાળ અઢી વર્ષ સુધીનો રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા હોદ્દેદારોની પસંદગી માટે મીટિંગ યોજાઈ હતી. કાઉન્સિલરો, ધારાસભ્યો અને સંગઠન સાથેના સંકલન બાદ ભાજપે યાદી બનાવી હતી. આખરી નામ પર મોડી રાત્ર સુધીમાં મહોર લાગી હતી. સવારે ૧૦ કલાકે ટ્ઠદ્બષ્ઠ ખાતે મળનારી પક્ષની બેઠકમાં નામોનું કવર ખૂલ્યુ હતું. જોકે, મેયર તરીકે પ્રતિભા જૈનનું નામ પહેલેથી જ ચર્ચામાં હતું. તેઓ અમદાવાદના મધ્ય ઝોનમાંથી આવતા શાહીબાગ વોર્ડનો કોર્પોરેટર છે. નવા મેયર જૈન સમાજમાંથી આવે છે.

અમદાવાદ શહેરના નવા મેયર જૈન સમાજમાંથી આવે છે. તેઓ શાહીબાગના કોર્પોરેટર છે, તેમની આ ત્રીજી ટર્મ છે. તેઓ રાજસ્થાની જૈન સમાજમાંથી આવે છે. વર્તમાન સમયમાં તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહનો દબદબો રહ્યો છે. મનપામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સૌથી મહત્વનો વિભાગ છે. અને નવા હોદ્દેદારોની પસંદગીમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે દેવાંગ દાણીના નામની પસંદગી થઇ છે. જેઓ અમિત શાહના ગ્રુપના માનવામાં આવે છે. આ પહેલા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રહી ચૂકેલા હિતેશ બારોટ પણ અમિત શાહના વિશ્ર્વાસુ માનવામાં આવે છે. વધુમાં દેવાંગ દાણી બોડકદેવના કાઉન્સિલર છે. જે ગાંધીનગર લોક્સભામાં આવે છે. દેવાંગ દાણી વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવે છે. અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનતા પહેલા તેમને હોસ્પિટલ અને ટાઉનપ્લાનિંગ કમિટી ચેરમેનની પણ જવાબદારીનો પણ અનુભવ છે.

બીજી તરફ ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની પસંદગી કરવામાં આવી છે. જેઓ પણ ખુબ અનુભવી છે. અગાઉ પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તેમના નામની ચર્ચા હતી. તેમનો વોર્ડ પણ અમિતશાહની લોક્સભામાં આવે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓ અમિત શાહ અને આનંદી પટેલના બંને ગ્રુપમાં સારી છવી ધરાવે છે.દેવાંગ દાણી ભાજપના જુના, વિશ્ર્વાસુ અને અનુભવી કાર્યર્ક્તા છે. તેમની પાસે અગાઉ ઘણા મહત્વના ખાતાઓની જવાબદારી રહી ચુકી છે. તેઓ બોડકદેવના કાઉન્સિલર છે. અને અગાઉ તેમને હોસ્પિટલ અને ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન તરીકેની પણ જવાબદારી મળી ચુકી છે.

મ્યુનિના ઈતિહાસમાં અત્યાર સુધીમાં ૫ મહિલાઓને મેયર પદ મળી ચુકેલુ છે. ૧૯૯૫માં ભાવનાબેન દવે, ૧૯૯૯માં માલિનીબેન ભરતગીરી, ૨૦૦૩ અનીષાબેન મિરજા અને ૨૦૧૩માં મીનાક્ષીબેન પટેલ અને ૨૦૧૮ માં બિજલ પટેલ મેયર પદ પર રહી ચુક્યુ છે.