ગુવાહાટી, : આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ રવિવારે ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધી અને તેમના પરિવારના સભ્યો દ્વારા ’ગાંધી’ શીર્ષકના ઉપયોગની માન્યતા પર પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. તેમણે ગાંધી પરિવારને ’ડુપ્લિકેટ સરદારો’ એટલે કે નકલી સરદારો કહ્યા છે. ગુવાહાટીમાં ભાજપ મહિલા મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધિત કરતી વખતે આસામના મુખ્યમંત્રીએ ગાંધી પરિવાર પર દેશને તોડવાનું કામ કરવાનો આરોપ લગાવ્યો. આ સાથે તેમણે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ગાંધી પદવી પરત કરવા વિનંતી કરી છે.
હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, તેમણે ઘણાં કૌભાંડો કર્યા છે. તેમનું પહેલું કૌભાંડ ગાંધી પદવીથી શરૂ થયું હતું. તેણે માત્ર ભત્રીજાવાદને પ્રોત્સાહન આપ્યું છે અને દેશને તોડવાનું કામ કર્યું છે. હું રાહુલ ગાંધીને ગાંધી પદવી પરત કરવા વિનંતી કરું છું.
હિમંતા સરમાએ દિલ્હીમાં જી ૨૦ સમિટ ૨૦૨૩ દરમિયાન અપનાવવામાં આવેલી ’દિલ્હી ઘોષણા’ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ ફક્ત પીએમ મોદીના કારણે જ શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે આ વડાપ્રધાન મોદીના કારણે જ શક્ય બન્યું છે. કામાખ્યા કોરિડોર આગામી બે વર્ષમાં તૈયાર થઈ જશે. આગળ, આસામના સીએમએ કહ્યું કે યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે દિલ્હીનો ઢંઢેરો પીએમ મોદીના કારણે જ બહાર પાડવામાં આવ્યો હતો.
આ સાથે હિમંત સરમાએ કોંગ્રેસ પર સત્તામાં રહીને દેશ માટે કંઈ ન કરવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી જ લોકોમાં દેશભક્તિની ઊંડી લાગણી વિક્સી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે દેશની આઝાદીના ૨૫ વર્ષ કે ૫૦ વર્ષ ઉજવ્યા નથી. પરંતુ, પીએમ મોદીએ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી. વડાપ્રધાન મોદી ભારતને વિશ્ર્વ લીડર બનાવવા માટે કામ કરી રહ્યા છે. જી ૨૦ દરમિયાન પીએમ મોદીની ભૂમિકા વિશે વાત કરતા આસામના સીએમ હિમંતા સરમાએ કહ્યું, ગઈકાલે જ્યારે મેં પીએમ મોદીને વૈશ્ર્વિક નેતાઓ સાથે વાતચીત કરતા જોયા, ત્યારે મને સમજાયું કે ભારત હવે વિશ્ર્વ નેતા બની ગયું છે. હવે મહિલાઓ દેશની આગેવાની કરી રહી છે. પીએમ મોદીએ મહિલા શક્તિ અને મહિલા સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપ્યું છે.