
નવીદિલ્હી, જી૨૦ નેતાઓના જાહેરનામાં યુક્રેન પર રશિયા આક્રમણનો ઉલ્લેખ કરવાથી બચ્યા હતા. જેને ઘણા નિષ્ણાંતો ભારતની તેની મોટી કુટનૈતિક જીત જણાવી રહ્યા છે. જાહેરનામામાં તમામ દેશો એક-બીજાના ક્ષેત્રીય અખંડિતતા અને સંપ્રભુતાનું સમ્માન કરવાના સિદ્ધાંતનું પાલન કરવાનું આહ્વાન પણ કરવામાં આવ્યું છે.
બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને ઇન્ડોનેશિયા જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓ સાથે વાટાઘાટો બાદ વિવાદાસ્પદ મુદ્દા પર ય્૨૦ દેશો વચ્ચે ભારત સર્વસંમતિ પર પહોંચ્યું છે, જેને મોટી સફળતા માનવામાં આવી રહી છે. જી-૨૦ સમિટં સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, આ ત્રણેય દેશોએ ઘોષણા પર સર્વસંમતિ બનાવવામાં મદદ કરી, જેને દરેક સભ્ય દેશોએ મંજૂરી આપી હતી.
અત્રે નોંધનીય બાબત છે કે, ગત નવેમ્બરમાં જી ૨૦ સમિટના બાલી સમિટમાં જાહેર કરવામાં આવેલા ઘોષણાપત્રમાં યુક્રેન વિરુદ્ધ રશિયન આક્રમણની સખત નિંદા કરવામાં આવી હતી, જ્યારે મોટાભાગના સભ્યોએ યુદ્ધની જોરદાર નિંદા કરી હતી.
આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકર પર જી-૨૦ સમિટે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, બાલી ઘોષણા સાથે સરખામણી કરવાને લઈને હું એટલું જ કહીશ કે, બાલી બાલી હતું અને નવી દિલ્હી નવી દિલ્હી છે. મારો મતલબ, એક વર્ષ પહેલાં બાલીમાં આ કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે પરિસ્થિતિ જુદી હતી. ત્યારથી ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. મેનિફેસ્ટોમાં કુલ આઠ ફકરા છે, જેમાંથી સાત વાસ્તવમાં યુક્રેનના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
એસ જયશંકરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, મને લાગે છે કે, નવી દિલ્હી ઘોષણા આજની પરિસ્થિતિ અને ચિંતાઓને પ્રતિસાદ આપે છે, જેમ કે બાલી ઘોષણા એક વર્ષ પહેલાની પરિસ્થિતિને પ્રતિસાદ આપે છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, યુક્રેનમાં અને વિશ્ર્વભરના યુદ્ધો અને સંઘર્ષોની પ્રચંડ માનવીય વેદના અને પ્રતિકૂળ અસર અંગે નવી દિલ્હી જી-૨૦ સમિટં માત્ર યુદ્ધનો સંદર્ભ આપે છે અને ઊંડી ચિંતા વ્યક્ત કરે છે.