ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp સતત નવી સુવિધાઓ યુઝર્સ માટે લાવતું રહે છે. તેમજ સમયાંતરે પ્લેટફોર્મમાં ફેરફાર કરે છે. ટૂંક સમયમાં વોટ્સએપ પોતાનો કલર(Colour) બદલવા જઇ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, વોટ્સએપ નોટિફિકેશનના યુઝર ઇંટરફેસમાં એક નવો કલર(Colour) આવશે. જેમાં લીલાને રંગને બદલે ડાર્ક બ્લુ કલર આવશે. તો ચાલો જાણીએ આ નવી સુવિધાની વધુ વિગતો
આ વસ્તુઓનો રંગ બદલાશે
WABetaInfo ના અહેવાલ મુજબ, કંપનીએ એક નવું Whatsapp બીટા અપડેટ બહાર પાડ્યું છે. અપડેટ દ્વારા વોટ્સએપ નોટિફિકેશનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત, ડાર્ક મોડમાં આવતા WhatsApp મેસેજના કેટલાક ફીચર જેમ કે રિપ્લાય અને માર્ક એ રીડ, લીલાને બદલે ડાર્ક બ્લુ કલરમાં જોવા મળશે. કરવામાં આવશે. આ સુવિધા લાઇટ મોડમાં પણ કામ કરશે.
વોટ્સએપ લોગો અને બેજ પણ નવા રંગમાં
આ સિવાય નોટિફિકેશનમાં દેખાતા Whatsapp લોગો અને બેજ પણ નવા રંગમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે કંપની હાલમાં આ સુવિધાનું ટેસ્ટિંગ કરી રહી છે. જે યુઝર્સ માટે ક્યારે રીલીઝ થશે તે વિશે કહી શકાતું નથી. આ અગાઉ પણ એન્ડ્રોઇડ વર્ઝન 2.21.11.5 માટે વોટ્સએપ બીટા અપડેટમાં પણ પ્રોફાઇલ પિક્ચરનો રંગ બદલાયો હતો.
સુરક્ષા માટે ફ્લેશ કોલ નવું ફીચર
જો કે આ ઉપરાંત Whatsapp હવે સુરક્ષા માટે ફ્લેશ કોલ (Flash calls)નવું ફીચર લાગી રહ્યું છે. જે તમારા વોટ્સએપ એકાઉન્ટને હેકર્સથી સુરક્ષિત રાખવામાં મદદ કરશે.વોટ્સએપ હવે એકાઉન્ટ સેફટી માટે નવું ફ્લેશ કોલ(Flash calls )ફીચર લાવી રહ્યું છે. જે આપનો મોબાઇલ નંબર ઓટોમેટિક વેરીફાઈ કરી લેશે.
યુઝર્સને એકાઉન્ટ ચકાસણી માટે ઓટીપીની જરૂર રહેશે નહીં
આ નવા ફીચર અંગેના ડબ્લ્યુએબીએના અહેવાલ મુજબ, વોટ્સએપના નવા ફીચર ફ્લેશ કોલ (Flash calls )ની મદદથી હવે તમારો ફોન નંબર જાતે જ વેરીફાઈ થઈ જશે. હવે યુઝર્સને એકાઉન્ટ ચકાસણી માટે ઓટીપીની જરૂર રહેશે નહીં. અત્યાર સુધી વોટસએપ મોબાઇલ નંબરને 6 અંકના ઓટીપી દ્વારા વેરીફાઈ કરતું હતું. તેમજ હેકર્સ પણ આ જ ઓટીપીની મદદથી વોટ્સએપ એકાઉન્ટ હેક કરવાનું સામે આવ્યું હતું.
ફ્લેશ કોલની મદદથી એકાઉન્ટ વેરીફાઈ થઇને લોગ ઇન થઈ જશે
જેમાં હવે વોટ્સએપ ફ્લેશ કોલના નવા ફીચર બાદ યુઝર્સ એકાઉન્ટ લોગ-ઇન થયા બાદ વેરિફિકેશન ઓટીપીના બદલે ફ્લેશ કોલની મદદથી કરવામાં આવશે. ફ્લેશ કોલ માટે યુઝર્સે ફોનમાં લોગ ઇન કરવા એપ્લિકેશનને મંજૂરી આપવી પડશે. તેની બાદ ફોન પર વોટ્સએપ વેરિફિકેશન માટે ફ્લેશ કોલની મદદથી એકાઉન્ટ વેરીફાઈ થઇને લોગ ઇન થઈ જશે. વોટ્સએપનું આ ફીચર એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.21.11.7 પર જોવા મળ્યું છે. જો કે વોટ્સએપ વેરિફિકેશન ફ્લેશ કોલની આ સુવિધા વૈકલ્પિક રહેશે.