સ્વામીનારાયણ અનુયાયીનું વિવાદિત નિવેદન, સ્વામિનારાયણ સંપ્રદાયને સનાતનથી અલગ ગણાવ્યો

રાજકોટ : સ્વામીનારાયણ સંતો સામે સનાતન ધર્મના સાધુઓએ મોરચો માંડ્યો છે. ત્યારે સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક અનુયાયી વિવાદમાં આવ્યા છે. આ સ્વામીનારાયણ અનુયાયીએ સોશિયલ મીડિયામાં દેવી દેવતાઓ અંગે બફાટ કર્યો છે. દિનેશ પ્રસાદ નામના આચાર્ય દ્વારા મુસ્લિમ, શીખ, ખ્રિસ્તીને સાથે રાખવા અને હિન્દુઓનો વિરોધ કરવા આહવાન કર્યું છે. તેમજ હિન્દુ દેવી દેવતાઓ વિરુધ એલ ફેલ બોલી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અન્ય ધર્મના લોકોને જોડવા આહવાન કર્યું છે. સ્વામીનારાયણ અનુયાયીનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

રાજકોટના સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદ સ્વામીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હ્યો છે. જેમાં તેઓ ધાર્મિક વૈમનસ્ય ફેલાય તેવું ભાષણ આપી રહ્યાં છે. તેઓએ હિન્દુ દેવી દેવતાઓના તિરસ્કારનું આહવાન કર્યુ છે. સાથે જ તેઓ વીડિયોમાં કહી રહ્યા છે કે, આ સ્વામીનારાયણ ભગવાનનો આદેશ સમજો. સ્વામીનારાયણ અલગ ધર્મ બનાવવાનો છે. સ્વામીનારાયણ ભગવાન સનાતનથી નારાજ થયા છે. 

આ સિવાય તેઓએ તમામ ધર્માના લોકોએ એકઠા થવાની અપીલ કરી છે,. તેમજ અન્ય ધર્મના લોકોને સ્વામીનારાયણ ધર્મમાં જોડાવા આહવાન કર્યું છે. તેઓ વીડિયોમાં કહી રહ્યા છએ કે, બીજા અન્ય ધર્મના લોકો મને મળો. ભગવાન તમારા દુખ અને રોગ બધુ જ મટાડી દેશે. આપણે મંદિરોમાંથી દેવી દેવતાઓને નીકાળી દેવાના છે. આમ, સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીનો આ વીડિયો વિવાદમાં વધુ ઘી રેડે અને આગ પ્રસરાવે તેવો છે. જેનાથી ફરી વિવાદ પ્રસરે તેવુ લાગે છે. 

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સાળંગપુર ધામમાં હનુમાજીના ચિત્રોને લઈને વિવાદ થયો હતો. જેની સામે સનાતન ધર્મના સંતોઓ મોરચો માંડ્યો હતો. આ બાદ સાળંગપુર ધામમાંથી હનુમાનજીના વિવાદિત ચિત્રો અને મૂર્તિ હટાવવામાં આવ્યા હતા. તેમજ કોઠારી સ્વામીએ કોઈ પણ સ્વામીનારાયણ સાધુ અને અનુયાયીઓને વિવાદિત નિવેદનો ન કરવા અપીલ કરી છે. છતાં કેટલાક અનુયાયીઓ આવા બફાટ કરી રહ્યાં છે. આવા વિવાદિત નિવેદનો આપી રહ્યાં છે.