Junagadh : જૂનાગઢમાં ભાજપની નો રિપીટનાં નિયમ સામે વિરોધ નોંધાયો છે. માળિયાહાટીનાના સરપંચોએ ભાજપની નો રિપીટનાં નિયમ સામે વિરોધ નોંધાવ્યો છે. અને ચિમકી ઉચ્ચારી કે જો નિયમ યથાવત રાખાશે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં તકલીફ પડશે.
મહત્વનું છે કે તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખનો સમય ગાળો પૂર્ણ થઈ ગયો છે. જેને લઈને થોડા દિવસો અગાઉ નિરીક્ષકોએ પ્રમુખ-ઉપપ્રમુખનીસેન્સ લીધી હતી. ત્યારે માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન હતા તે રિપીટ થાય તેવી સરપંચો માગ કરી રહ્યા છે.
તો મહેસાણાની વિસનગર તાલુકા પંચાયતમાં પણ કંઇક આવો જ ખેલ જોવા મળ્યો. ભાજપ પાસે અનુસૂચિત જાતિના મહિલા સભ્યની ખોટ હતી, બહુમતિ છતાં કોંગ્રેસના પ્રમુખ બને તેવી પ્રબળ શક્યતા હતી પરંતુ ભાજપ નહોતું ઇચ્છતું કે કોંગ્રેસનો પ્રમુખ બને. આખરે આરોગ્યપ્રધાન એક્શનમાં આવ્યા અને ઋષિકેશ પટેલે એવો તો ખેલ પાડ્યો કે, એક પછી એક કોંગ્રેસની ત્રણ વિકેટો ખેરવી નાખી અને ત્રણેય કોંગ્રેસના સભ્યોએ કેસરિયા કર્યા હતા.