જેનેલિયા દેશમુખ ત્રીજી વાર પ્રેગ્નેન્ટ છે ?

બોલિવુડ એક્ટ્રેસ જેનેલિયા દેશમુખ અને એક્ટર રિતેશ દેશમુખની (Genelia Deshmukh and Riteish Deshmukh) જોડી માત્ર ઓનસ્ક્રીન જ નહીં પરંતુ ઓફસ્ક્રીન પણ ફેન્સને પસંદ છે. આ ક્યૂટ કપલ હંમેશા ફેન્સનું દિલ જીતે છે અને ઘણીવાર ફેન્સ તેમના પર પ્રેમ વરસાવે છે. તાજેતરમાં જ્યારે રિતેશ-જેનેલિયા એક ઈવેન્ટમાં સાથે આવ્યા હતા, ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સે એક્ટ્રેસની ત્રીજી પ્રેગ્નન્સી વિશે કોમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે રિતેશ દેશમુખ અને જેનેલિયા શનિવારે એકસાથે ઈવેન્ટમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન રિતેશ દેશમુખે સફેદ શર્ટ અને બ્લુ પેન્ટ પહેર્યું હતું. જેનેલિયા પર્પલ કલરના ડીપ નેક શોર્ટ ફ્રોક ડ્રેસમાં જોવા મળી હતી. આ સાથે જેનેલિયાએ ગોલ્ડન ઈયરિંગ્સ અને ગોલ્ડન હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો અને તેના હેર ઓપન રાખ્યા હતા.