જી સમિટમાં ભાગ લેવા આવનારા વિદેશી નેતાઓનું ભવ્ય સ્વાગત:જમાઈ તરીકે ભારત આવવું ખૂબ જ ખાસ છે.:બ્રિટનના વડાપ્રધાન ૠષિ સુનક,ઘણા દેશોના નેતાઓ દિલ્હીમાં એકઠા થયા

  • મોદી-બાયડનની મીટિંગ પહેલા ઇન્ડિયાએ યુએસ પાસેથી ૩૧ હંટર કિલર ડ્રોનની માંગ કરી.

નવીદિલ્હી, ભારત આ વર્ષે જી -૨૦ દેશોની અધ્યક્ષતા કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાનારી જી-૨૦ સમિટ માટે ઘણા દેશોના નેતાઓ દિલ્હીમાં એકઠા થયા છે આ કોન્ફરન્સનો ભાગ બનવા માટે યુકેના પીએમ સુનક તેમની પત્ની સાથે દિલ્હી પહોંચ્યા હતા. તેમનું સ્વાગત કરવા માટે કેન્દ્રીય રાજયમંત્રી અશ્ર્વિન ચૌબે પહોંચ્યા હતાં. બ્રિટિશ વડા પ્રધાન ૠષિ સુનકે મજાકમાં કહ્યું કે ભારતના જમાઈ તરીકે જી-૨૦ નેતાઓની સમિટમાં હાજરી આપવી ખરેખર ખાસ છે. સુનકે ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા છે.

તેમણે તેની સાથે મુસાફરી કરી રહેલા પત્રકારોને કહ્યું કે તે ભારત જવા માટે ઉત્સાહિત છે. તેણે કહ્યું કે આ એક એવો દેશ છે જે મારા દિલની ખૂબ નજીક છે. જો કે, કેટલાક વર્ષોથી હું પાછો જઈ શક્યો નથી. તેણે કહ્યું કે પહેલા તે સામાન્ય રીતે દર વર્ષે ફેબ્રુઆરીમાં પરિવાર સાથે ભારત જતો હતો, પરંતુ ૨૦૨૦માં ચાન્સેલર બન્યા બાદ સમયના અભાવે જઈ શક્યો ન હતો.તેમણે વધુમાં કહ્યું કે મેં ક્યાંક જોયું કે મને ભારતનો જમાઈ કહેવામાં આવે છે. હું આશા રાખું છું કે તે પ્રેમથી કહ્યું હતું. તેણે કહ્યું કે હું ભારત પરત આવવા માટે ઉત્સાહિત છું. અક્ષતા પણ મારી સાથે હોય તો સારું.સુનકે ટ્વીટ કર્યું કે હું સ્પષ્ટ મુદ્દાઓ સાથે જી-૨૦ સમિટમાં જઈ રહ્યો છું. આમાં વૈશ્ર્વિક અર્થતંત્રને સ્થિર કરવું, આંતરરાષ્ટ્રીય સંબંધો બાંધવા અને સૌથી વધુ સંવેદનશીલ લોકોને ટેકો આપવાનો સમાવેશ થાય છે.

દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા દિલ્હી પહોંચ્યા હતાં રેલ્વે, કોલસા અને ખાણ રાજ્ય મંત્રી રાવસાહેબ પાટીલ દાનવેએ તેમનું સ્વાગત કર્યું હતું.જયારે મોરીશસના વડાપ્રધાન પ્રવીદકુમાર જગન્નાથ,યુનિયન ઓફ કોમોરોસના રાષ્ટ્રપતિ અને આફ્રિકન યુનિયનના અધ્યક્ષ અજાલી અસોમની દિલ્હી પહોંચ્યા હતાં કેન્દ્રીય રાજયમંત્રી રાવસાહેબ પાટિલ દાવને વિમાની મથકે તેમનું સ્વાગત કર્યું હતું.બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના દિલ્હી પહોંચતા કેન્દ્રીય રાજયમંત્રી દર્શના જરદોશે તેમનું સ્વાગત કર્યું હતું.જી સમિટમાં ભાગ લેવા માટે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પણ દિલ્હી પહોંચ્યા હતાં કેન્દ્રીય રાજયમંત્રી શોભા કરાંદલાજે તેમનું સ્વાગત કર્યું હતું.તેમણે બાળકો દ્વારા રજુ કરવામાં આવેલ સાંસ્કૃતિક નૃત્ય જોયું હતુું .જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિંદા પણ પોતાની પત્નીની સાથે પહોંચ્યા હતાં. આ ઉપરાંત અર્જેટીનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ પણ દિલ્હી પહોંચ્યા હતાં.નાઇઝીરયાના રાષ્ટ્રપતિ અહમદ તિનુબુ પણ સવારે જ દિલ્હી પહોંચી ગયા હતાં. તેમનું સ્વાગત મરાઠી ધુનોની સાથે કરવામાં આવ્યું હતું તેઓ જી ૨૦ના મહેમાન તરીકે સામેલ થવા માટે આવ્યા છે.આ ઉપરાંત રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ, ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારીક પણ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દિલ્હી પહોચ્યા હતાં.

જી ૨૦ સમિટ ૯-૧૦ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહી છે. જેને લઈને સમગ્ર દિલ્હીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય વાયુસેનાએ ચીન-પાકિસ્તાન સરહદ પર ચાલી રહેલી ત્રિશુલ કવાયતને અટકાવી દીધી છે. રાફેલ, સુખોઈ, મિગ, મિરાજ અને ચિનૂક જેવા ફાઈટર્સને જી ૨૦ સમિટની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

રક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે આ દરમિયાન,જી૨૦ સમિટને ધ્યાનમાં રાખીને, ભારતીય વાયુસેના દિલ્હી સહિત સમગ્ર દેશમાં એરસ્પેસ પર નજર રાખવા માટે તેના ફાલ્કન એરક્રાફ્ટનું સંચાલન કરશે. તેને આકાશની આંખ કહેવામાં આવે છે.

હિંડન એરબેઝ, અંબાલા, સિરસા, ભટિંડા ડિફેન્સ એરબેઝ, દિલ્હીની આસપાસ બનેલા એરપોર્ટને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ફાઈટર જેટ રાફેલ, એન્ટિ ડ્રોન સિસ્ટમ ઉપરાંત વાયુસેનાએ ૭૦ થી ૮૦ કિલોમીટર સુધીના ટાર્ગેટને હિટ કરી શકે તેવી મિસાઈલો તૈનાત કરી છે. કોઈપણ અજાણ્યા એરક્રાફ્ટ અથવા મિસાઈલને શોધવા માટે એરબોર્ન અર્લી વોર્નિંગ અને કંટ્રોલ સિસ્ટમ્સ તૈનાત કરવામાં આવી રહી છે. વાયુસેનાનું પ્રથમ સ્વદેશી સર્વેલન્સ એરક્રાફ્ટ ’નેત્રા’ દિલ્હી ક્ષેત્રની એરસ્પેસ પર નજર રાખશે.

યુએસ પ્રમુખ જો બાયડન આજે જી-૨૦ સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા છે તેઓ ૯ અને ૧૦ સપ્ટેમ્બરે આ કોન્ફરન્સમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જો બાયડન દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે પણ આ મીટિંગ પહેલા, ભારતે યુ.એસ.ને ૩૧ ટોપ-ઓફ-ધ-લાઈન હથિયારો ધરાવતા એમરકયુ ૯ બી હન્ટર કિલર ડ્રોન મેળવવાની ઔપચારિક માંગ કરી છે. ભારત ચાલુ નાણાકીય વર્ષમાં ૩૧ સ્ઊ-૯મ્ હન્ટર કિલર ડ્રોનની ખરીદી માટે અંતિમ કરાર પર હસ્તાક્ષર કરવાનું લક્ષ્ય રાખે છે.

સંરક્ષણ મંત્રાલયે થોડા દિવસો પહેલા જ યુએસને ૩૧ ’હન્ટર-કિલર’ની ખરીદી માટે એક વિગતવાર એલઓઆર (વિનંતી પત્ર) મોકલ્યો હતો, જેમાં રિમોટલી પાયલોટ એરક્રાફ્ટ સિસ્ટમ્સ, તેમના હથિયાર પેકેજો, મોબાઈલ ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ્સ અને અન્ય સાધનો સાથે હતું. અહેવાલ અનુસાર બાયડનના વહીવટીતંત્ર હવે તેના ફોરેન મિલિટરી સેલ્સ પ્રોગ્રામ હેઠળ યુએસ કોંગ્રેસને ખર્ચ અને અપેક્ષિત સૂચના સાથે એક કે બે મહિનાની અંદર ઓફર અને સ્વીકૃતિ પત્ર સાથે જવાબ આપશે.

ભારત સરકારે ૩૧ કિલર ડ્રોન ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમાંથી ૧૫ નેવીને અને ૮-૮ આર્મી અને ઈન્ડિયન એરફોર્સને આપવાના છે. ૧૫ જૂનના રોજ સંરક્ષણ મંત્રાલયની પ્રારંભિક મંજૂરીએ આ સોદા માટે આશરે ૩.૧ બિલિયનનો અંદાજિત ખર્ચ મૂક્યો હતો. કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મંજૂરી બાદ ચાલુ નાણાકીય વર્ષમાં જ આ ડ્રોન માટે કરાર પર સહી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે એમ સૂત્રએ જણાવ્યું હતું. ભારતીય સશસ્ત્ર દળો આગામી છ થી સાત વર્ષમાં તેના કાફલામાં તમામ ડ્રોનનો સમાવેશ પૂર્ણ કરવા આતુર છે. આ ડ્રોન ભારતમાં જનરલ એટોમિક્સ દ્વારા ’એસેમ્બલ’ કરવામાં આવશે.