બ્રસેલ્સ, બ્રસેલ્સમાં થયેલી ચર્ચાઓ દિવસના ઓફિશિયલ પાર્લામેન્ટરી એજન્ડામાં સૂચિબદ્ધ નહોતી, જેને વિરોધ પક્ષના સૂત્રો દ્વારા સફળ રહી હોવાનું કહેવાય રહ્યું છે. ભારત અગાઉ કહી ચૂક્યું છે કે મણિપુરમાં શાંતિ અને કાયદો સુનિશ્ર્ચિત કરવા માટે ભારતીય તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને પરિસ્થિતિનું તેમને ભાન છે.
જુલાઈમાં જ્યારે ખાસ કરીને મણિપુર સંઘર્ષનો સંદર્ભ ટાંકીને યુરોપિયન પાર્લામેન્ટે ભારતમાં માનવ અધિકારોની સ્થિતિ પર ઠરાવ અપનાવ્યો, ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, યુરોપિયન સંસદને તેના આંતરિક મુદ્દાઓ પર પોતાનો સમય વેડફવાની સલાહ આપવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભારતની આંતરિક બાબતોમાં આવી રીતે હ્સતક્ષેપ અસ્વીકાર્ય છે અને તે સંસ્થાનવાદી માનસિક્તા દર્શાવે છે.
કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટ કરી રાહુલ ગાંધીએ યુરોપિયન પાર્લામેન્ટના સભ્યો સાથે રાઉન્ડ ટેબલ બેઠક કરી હોવાની અને ઈયુ-ઈન્ડિયા સંબંધ પર શેડો રિપોર્ટ રજૂ કર્યો હોવાની પુષ્ટિ કરી છે. બાદમાં ગુરુવારે, રાહુલ ગાંધીએ યુરોપિયન યુનિયનની અંદર માનવ અધિકારના મુદ્દાઓ પર કેન્દ્રિત નાગરિક સમાજ સંગઠનો દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દિવસ બેલ્જિયમ સ્થિત ભારતીય ડાયસ્પોરા સાથે રાત્રિભોજન પરની વાતચીત સાથે સમાપ્ત થયો.
શનિવારે રાહુલ ગાંધી ફ્રાન્સના સંસંદસભ્યો સાથે બેઠક કરશે અને રવિવારે નેધરલેન્ડ જતા પહેલાં સાયન્સ પો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. નેધરલેન્ડમાં તેઓ ૪૦૦ વર્ષ જૂની લીડેન યુનિવર્સિટીની મુલાકાત લેશે અને ત્યાં પણ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે.
૧૧ સપ્ટેમ્બરે રાહુલ ગાંધી નોર્વે જશે ત્યાં પણ નોર્વેની રાજધાની ઓસ્લોમાં તેઓ સંસદસભઅયો સાથે બેઠક કરશે. યુનિવર્સિટી ઑફ ઓસ્લોમાં તેઓ એનઆરઆઇને પણ મળશે.