અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં VIP દર્શન બંધ કરાયા હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે VIP દર્શનને લઈ આક્ષેપ કર્યા હતા. જોકે આ આક્ષેપનો વિડીયો જાહેર થયા બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું. જેને લઈ હવે અંબાજી મંદિરમાં VIP દર્શન બંધ કરવામાં આવ્યા છે.
યાત્રાધામ અંબાજીમાં વર્ષેદહાડે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા હોય છે. જોકે તાજેતરમાં જ VIP દર્શનને લઈ અગાઉ કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યા હતા. જેમાં કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે રૂ.5 હજાર લઈ VIP દર્શનના આક્ષેપ કર્યા હતા. જેને લઈ હવે મંદિરમાં દાન રૂપે પાવતી લઈ થતા VIP દર્શન બંધ કરાયા છે.
અંબાજી મંદિરમાં પણ હવે કથિત રીતે VIP દર્શનના 5000 રૂપિયા લેવાતા હોવાનો આક્ષેપ થતાં હડકંપ મચી ગયો હતો.. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે અંબાજીમાં VIP દર્શન થતા હોવાનો દાવો કર્યો હતો.
આ સાથે તેમણે કહ્યું હતું કે, અંબાજીમાં રૂ.5 હજારમાં દર્શન થાય છે. ડાકોર બાદ અંબાજીમાં VIP દર્શન થતા હોવાનો આક્ષેપ થતાં ચકચાર મચી ગઈ હતી. હેમાંગ રાવલે કહ્યું હતું કે, અંબાજીમાં રૂ.5 હજારમાં દર્શન થાય છે. તેમણે કહ્યું કે, વહીવટદારના વહીવટમાં મંદિરનો વહીવટ કથળ્યો છે. આ સાથે કહ્યું કે, તમામ સનાતનીએ VIP દર્શનનો વિરોધ કરવો જોઈએ.
અંબાજી મંદિરમાં VIP દર્શન થતા હોવાના આરોપ બાદ પ્રતિક્રિયા સામે આવી હતી. અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માએ જે તમામ આરોપોને ફગાવ્યા હતા. સિદ્ધિ વર્માએ જણાવ્યું કે, અંબાજી મંદિરમાં પૈસા લઈને દર્શન કરાવવામાં આવતા નથી. મંદિરમાં કોઈ પણ જાતની VIP દર્શનની વ્યવસ્થા નથી. કેટલાક સંજોગો અથવા તો વૃદ્વને જ નજીકથી દર્શન કરાવવામાં આવે છે. કોંગ્રેસ નેતાની 5 હજાર રૂપિયામાં દર્શનની વાત વહીવટદારે નકારી હતી.