ભારતમાં પેમેન્ટ પ્લેટફોર્મ બનવા ઈચ્છે છે વોટ્સએપ ૪૦ કરોડ ભારતીય યુઝર્સ વાળા વોટ્સએપ પર ભાજપનો કંટ્રોલ: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર મોદી સરકારના કથિત નિયંત્રણનો મામલો એકવાર ફરી ઉઠાવ્યો છે.
રાહુલ ગાંધીએ એક રિપોર્ટનો હવાલો આપતા કહૃાુ કે ૪૦ કરોડ ભારતીય વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપ ઈચ્છે છે કે આ પ્લેટફોર્મનો ઉપયોગ ભારતમાં રૂપિયાની ચૂકવણી માટે પણ કરવામાં આવે. આ માટે મોદી સરકારની અનુમતીની જરૂર છે. આ રીતે ભાજપનો વોટ્સએપ ઉપર હોલ્ડ છે.

રાહુલ ગાંધીએ આ પ્રતિક્રિયા એક રિપોર્ટ પર આપી છે. આ રિપોર્ટ ભારતમાં ફેસબુક અને વોટ્સએપના બિઝનેસ અને હેટ સ્પીચ સાથે જોડાયેલો છે. આ રિપોર્ટનુ હેિંડગ છે. ભારતની સત્તાધારી પાર્ટી સાથેના ફેસબુકના સંબંધ હેટ સ્પીચથી આની લડતમાં અવરોધ પેદા કરે છે.

એક રિપોર્ટ અનુસાર ભારત ફેસબુકનું સૌથી મોટુ માર્કેટ છે. અહીં ૩૨.૮ કરોડ લોકો આનો ઉપયોગ કરે છે જ્યારે વોટ્સએપ ઉપયોગ કરનારની સંખ્યા ૪૦ કરોડ છે. રિપોર્ટ અનુસાર આ બંને પ્લેટફોર્મનો ઉપયોગ કેટલીય વાર હેટ સ્પીચ ફેલાવવા માટે કરવામાં આવે છે.