શહેરા,
શહેરાની એક યુવતી સાથે શહેરાના જ પરિણીત યુવકે પોતે લગ્ન કરેલા હોવાના તેમજ ત્રણ સંતાનોનો પિતા હોવાની માહિતી છુપાવી યુવતી સાથે તારીખ ૩/૭/૨૦૨૦ ના રોજ મુસ્લિમ રીતિરિવાજ મુજબ લગ્ન કર્યા હતા તેમજ એક જ દિવસમાં પીડિત યુવતી સાથે બે વખત નીકાહ કરી બે વખત એફિડેવિટ રજૂ કરી ખોટા દસ્તાવેજોનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી વિશ્ર્વાસઘાત કર્યો હોવાની પોલીસ ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાવા પામી છે.
શહેરાની એક યુવતીને શહેરાના પોલીસ સ્ટેશનની સામે રહેતા શકીલ મોહંમદ હબીબ શેખ દ્વારા લલચાવી ફોસલાવી પોતાના લગ્ન થઈ ગયેલ છે તેમજ પોતે ત્રણ સંતાનોના પિતા છે તે હકીકત યુવતી થી છુપાવી યુવતી સાથે તારીખ ૩ ૭ ૨૦૨૦ ના રોજ લગ્ન કરેલ તારીખ ૩ ૭ ૨૦૨૦ ના રોજ બે વખત નિકાહ કરેલ પ્રથમ નીકાહ કર્યા બાદ શકીલ મોહંમદ દ્વારા તે દિવસે અન્ય સાક્ષીઓની હાજરીમાં બીજી વખત નિકાહ કરી છેતરપિંડી કરેલ,આ લગ્નને રજિસ્ટર કરાવવા માટે બે એફિડેવિટ કરેલ પોતે પરિણીત હોવા છતાં પણ લગ્ન રજીસ્ટરમાં કરેલ એફિડેવિટમાં અપરણિત બતાવી ખોટી રીતે ઠગાઈ કરી યુવતી સાથે લગ્ન કરેલ હતા આમ પરિણીત યુવકે ખોટા દસ્તાવેજ નો ઉપયોગ સાચા દસ્તાવેજો તરીકે કરી લગ્ન રજીસ્ટર બે વખત કરી હોવાની હકીકત સામે આવતા યુવતીના પિતા દ્વારા શહેરા પોલીસ મથકે છેતરપિંડી કરનાર યુવક તેમજ યુવતીના નિકાહ કરાવનાર મૌલાના સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે શહેરા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.