ગોધરા તાલુકાના ગોલી ગામે જુગાર રમતા પાંચ જુગારીયાનને પોલીસે ઝડપ્યા

ગોધરા, ગોધરા તાલુકાના ગોલી ગામે ખુલ્લામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સ્થળે પોલીસે રેઈડ કરી 11,790/-રૂપીયાના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ગોલી ગામે ખુલ્લામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન પંકજ અમરાભાઈ ગઢવી, પ્રવિણ કાનાભાઈ ગઢવી, વિક્રમ હિંમતભાઈ પરમાર, કાંતિભાઈ રમણભાઈ રાવળ, નિલેશ વિક્રમભાઈ પરમારને ઝડપી પાડયા હતા. ઝડપાયેલ ઈસમોની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ કુલ 1790/-રૂપીયાના મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.