દેગમડા-મહિસાગર બ્રિજ ઉપરથી પ્રેમીપંખીડાની આત્મહત્યામાં યુવતિનો મૃતદેહ બીજા દિવસે મળ્યો

મલેકપુર, મહિસાગર જિલ્લાના દેગમડા પુલ પરથી નદીમાં યુવક-યુવતિએ છલાંગ લગાવીને જીવનનો અંત આણી લીધો હતો. જેમાં યુવકની લાશ મળી હતી પરંતુ યુવતિની કોઈ ભાળ મળી આવી ન હતી. જેની શોધખોળ શરૂ કરતા તા.4ના રોજ પરમપુર પાસેથી વિકૃત હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી.

દેગમડા પુલ પરથી નદીમાં યુવક-યુવતીએ મોતનો ભુસ્કો મારી જીવનનો અંત આણી લીધો હતો. આ ધટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી સ્થાનિક તરવૈયાઓની મદદ લીધી હતી. જેમાં બે પૈકી યુવાનની લાશ મળી આવી હતી. પરંતુ યુવતીની લાશ નહિ મળતા તપાસ ચાલુ રાખી હતી. યુવક અરવલ્લીના મેઘરજ તાલુકાનો રહેવાસી હતો અને યુવતી ખાનપુર તાલુકાના ગામની હતી. આ બનાવના દિવસે યુવકનો મૃતદેહ મળ્યો હતો. જયારે યુવતીની શોધખોળ બાદ તા.4ના રોજ ત્રીજા દિવસે પરમપુર પાસેથી યુવતીની વિકૃત અવસ્થામાં લાશ મળી આવી હતી.