ગોધરા, એપ્રિલ-2021માં લક્ષ્મણભાઈ ભયકાભાઈ પટેલે સંગીતાબેન સાથે બીજુ લગ્ન કરવાનુ કહેતા અમરાભાઈએ ના પાડી હતી. સંગીતાનુ લગ્ન મોજરી ગામે લેવાનુ નકકી કરતા અદાવત રાખી લક્ષ્મણ પટેલ ફરિયાદીના પિતાના ધરે જઈ જાનથી મારી નાંખવાના ઈરાદે માથામાં પાઈપ મારીને જીવલેણ હુમલો કરીને નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત અમરાભાઈનુ સારવાર દરમિયાન મોત થતાં મોરવા(હ)પોલીસ મથકે લક્ષ્મણભાઈ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. પોલીસે હત્યાના આરોપી લક્ષ્મણને દે.બારીઆના ભુતિયા ગામેથી પકડી પાડ્યો હતો. આ ફરિયાદનો કેસ પંચમહાલ જિલ્લાની કોર્ટમાં ચાલી જતા રેકર્ડ પરના પુરાવા અને સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે હત્યાના આરોપીને આજીવન કેદની સજા અને 30 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.