સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હાજર રહેશે ફ્રાન્સથી આવેલા ૫ રાફેલ જેટ ૧૦ સપ્ટેમ્બરે વાયુસેનામાં સામેલ થશે

ફ્રાન્સથી આવેલા ૫ રાફેલ પ્લેન ૧૦ સપ્ટેમ્બરે એરફોર્સમાં સામેલ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની હાજરીમાં હરિયાણાના અંબાલા એરબેઝમાં કાર્યક્રમ યોજાશે. ફ્રાન્સના સંરક્ષણ મંત્રી લોરેન્સ પાર્લેને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરાશે.

રિપોર્ટ મુજબ, રાજનાથ સિંહ રશિયાથી પાછા આવ્યા બાદ રાફેલને વાયુસેનામાં સામેલ કરવાની યોજના છે. રાજનાથ ૪ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર સુધી રશિયાના પ્રવાસે છે. ત્યાં તેઓ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોના સંરક્ષણ મંત્રીઓની મીિંટગમાં ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે, ગત ૨૯ જુલાઈએ રાફેલ પ્લેન ફ્રાન્સથી ભારત પહોંચ્યા હતા. તેના ૨૪ કલાકમાં જ તે ઓપરેટ કરવાની ટ્રેિંનગ શરૂ થઈ ગઈ હતી. તેને એરફોર્સના ૧૭ ગોલ્ડન એરોઝ સ્ક્વાડ્રનમાં સામેલ કરાશે. ફ્રાન્સથી આવેલા વિમાનોમાં ત્રણ સિગલ સીટર અને બે ટૂ-સીટર છે. રાફેલ વિમાન લદાખના વિસ્તારોમાં પહેલેથી જ ઉડી રહૃાા છે. રાફેલમાં હવામાંથી હવામાં અને હવામાંથી જમીન પર વાર કરવાની ક્ષમતા છે. રાફેલમાં લગાવાયેલી હેમર મિસાઈલ ભારતીય વાયુસેનાને ચીન અને પાકિસ્તાન સામે ટક્કર લેવા માટે વધુ બળ પુરું પાડશે.

ભારતે ફ્રાન્સ સાથે લગભગ ૬૦,૦૦૦ કરોડ રૂપિયામાં ૩૬ રાફેલ ખરીદવાનો કરાર કર્યો છે, જેમાંથી મોટાભાગની ચૂકવણી પહેલેથી જ ફ્રાન્સીસી ફર્મ ડસોલ્ટ એવિએશનને કરવામાં આવી