એક મહિલા એક સાથે કેટલા બાળકોને જન્મ આપી શકે? આપણે જોડીયા, ત્રેલડા અને એક સાથે 5-6 બાળકનાં જન્મની વાતો સાંભળી છે પણ સાઉથ આફ્રિકાની 37 વર્ષિય મહિલાએ એક સાથે દસ-દસ બાળકોને જન્મ આપ્યાનો દાવો કર્યો છે. જો મહિલાનો દાવો સાચો હોય અને ડોકટરો તેને પુષ્ટિ આપે તો આ એક રેકોર્ડ કહેવાશે. કારણ કે આ પહેલા એક સાથે 9 બાળકોને જન્મ આપનાર મહિલા છે
જેણે મે મહિનામાં જ આ રેકોર્ડ સર્જયો હતો. દક્ષિણ આફ્રિકાની ગોસિયાએ થમરા સિથોલે દાવો કર્યો છે કે તેણે 9 દિકરા અને 3 દિકરીને એક સાથે જન્મ આપ્યો છે તેના પતિ ટેબંગો ત્સોત્સી અનુસાર 7 જુને પ્રિટોરીયાની એક હોસ્પીટલમાં સિઝેરીયન સર્જરીથી 10 બાળકોનો જન્મ કરાવાયો હતો. અલબત પ્રેગ્નન્સી દરમ્યાન ડોકટરોએ શરૂઆતમાં કહ્યું હતું કે સિથોલનાં પેટમાં 6 બાળકો વિકસી રહ્યા છે. જોકે બાદમાં સ્કેનથી 8 બાળકો જોવા મળ્યા હતા અને જયારે ડિલીવરી થઈ તો દસ બાળકો જુમ્યા હતા. ઉલ્લેખનીય છે કે રિટેલ સ્ટોરમાં મેનેજરની જવાબદારી સંભાળતી સિથોલે જણાવ્યું હતું કે તેને અગાઉથી પણ 6 વર્ષનાં જોડીયા બાળકો છે. હવે 10 બાળકોના જન્મથી સિથોલે અને તેનો પતિ ટેબેગો ત્સોતેત્સી ખુશખુશાલ છે બાળકો સ્વસ્થ છે પણ તેમને કેટલાંક દિવસો ઈન્કયુબેટર્સમાં રાખવા પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા માલીની 25 વર્ષની હલીમા સીઝેએ મોરકકોમાં એક સાથે 9 બાળકોને જન્મ આપીને ચોંકાવી દીધા હતા.