નવીદિલ્હી, આઠ રાષ્ટ્રીય પક્ષોએ ૨૦૨૧-૨૨માં RS. ૮,૮૨૯.૧૬ કરોડની કુલ મિલક્ત જાહેર કરી છે. ૨૦૨૦-૨૧માં તે RS.૭,૨૯૭.૬૨ કરોડ હતી. સૂચિત ગાળામાં ભાજપની એસેટ્સમાં ૨૧.૧૭ ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે કોંગ્રેસની મિલક્ત ૧૬.૬ ટકા વધી છે.એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલમાં ભાજપ, કોંગ્રેસ, એનસીપી, બીએસપી, સીપીઆઇ, સીપીઆઇ (એમ) અને એનપીઇપીની નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ની મિલક્ત અને જવાબદારીનું વિશ્લેષણ કરાયું હતું.
ભાજપે ૨૦૨૦-૨૧માં RS.૪,૯૯૦ કરોડની એસેટ્સ જાહેર કરી હતી, જે ૨૦૨૧-૨૨માં ૨૧.૧૭ ટકા વધીને RS.૬,૦૪૬.૮૧ કરોડ થઈ હતી. એવી રીતે સમાન ગાળામાં કોંગ્રેસની કુલ મિલક્ત શ્૬૯૧.૧૧ કરોડથી ૧૬.૬ ટકા વધીને શ્૮૦૫.૬૮ કરોડ થઈ હતી. અહેવાલમાં જણાવ્યા અનુસાર બીએસપી એક માત્ર એવો રાષ્ટ્રીય પક્ષ હતો જેની વાર્ષિક મિલક્તમાં ઘટાડો નોંધાયો હતો. ૨૦૨૦-૨૧માં પક્ષની કુલ એસેટ્સ શ્૭૩૨.૭૯ કરોડ હતી, જે ૨૦૨૧-૨૨માં ૫.૭૪ ટકા ઘટીને શ્૬૯૦.૭૧ કરોડ થઈ હતી. મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસની કુલ મિલક્ત ૨૦૨૦-૨૧ના શ્૧૮૨.૦૦૧ કરોડથી ૧૫૧.૭૦ ટકા વધીને ૨૦૨૧-૨૨માં શ્૪૫૮.૧૦ કરોડ થઈ હતી. નાણાકીય વર્ષે ૨૦૨૦-૨૧માં રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરાયેલી કુલ જવાબદારી (લાયેબિલિટી) શ્૧૦૩.૫૫ કરોડ હતી. કોંગ્રેસે સૌથી વધુ શ્૭૧.૫૮ કરોડ અને સીપીઆઇ (એમ) દ્વારા શ્૧૬.૧૦૯ કરોડની જવાબદારી જાહેર કરવામાં આવી હતી. ૨૦૨૧-૨૨માં પણ કોંગ્રેસ શ્૪૧.૯૫ કરોડની જવાબદારી સાથે મોખરે રહી હતી. સીપીઆઇ(એમ) અને ભાજપ ત્યાર પછીના ક્રમે હતી. તેમની જવાબદારી અનુક્રમે શ્૧૨.૨૧ કરોડ અને શ્૫.૧૭ કરોડ રહી હતી. ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ના ગાળામાં પાંચ પક્ષોની જવાબદારીમાં ઘટાડો નોંધાયો હતો. કોંગ્રેસની જવાબદારી શ્૨૯.૬૩ કરોડ, ભાજપની શ્૬.૦૩ કરોડ, સીપીઆઇ (એમ)ની શ્૩.૮૯ કરોડ, એઆઇટીસીની શ્૧.૩૦ કરોડ અને એનસીપીની જવાબદારી શ્૧ લાખ ઘટી હતી.
રાષ્ટ્રીય પક્ષો દ્વારા ૨૦૨૦-૨૧માં શ્૭,૧૯૪ કરોડ અને ૨૦૨૧-૨૨માં શ્૮,૭૬૬ કરોડનું મૂડી અથવા અનામત ભંડોળ બાજુએ મુકાયું હતું. ભાજપે ૨૦૨૧-૨૨માં સૌથી વધુ શ્૬,૦૪૧.૬૪ કરોડની સૌથી વધુ મૂડી જાહેર કરી હતી. કોંગ્રેસ શ્૭૬૩.૭૩ કરોડ અને સીપીઆઇ(એમ) શ્૭૨૩.૫૬ કરોડની મૂડી સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતા. ૨૦૨૧-૨૨માં નેશનલ પીપલ્સ પાર્ટીએ સૌથી ઓછું શ્૧.૮૨ કરોડનું ભંડોળ જાહેર કર્યું હતું. સીપીઆઇનું ભંડોળ શ્૧૫.૬૭ કરોડ નોંધાયું હતું.
એડીઆરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પક્ષો ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની માર્ગરેખાનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. માર્ગરેખા અનુસાર પક્ષોએ નાણાસંસ્થાઓ, બેક્ધો કે એજન્સીઓ પાસેથી લીધેલી લોનની વિગત આપવી જરૂરી છે. એડીઆરના અહેવાલની વિગત અનુસાર ’પક્ષો દ્વારા રોકડ કે અન્ય રીતે અપાયેલી લોનનો ઉલ્લેખ જરૂરી છે. ઉપરાંત, આ રકમ કુલ લોનના ૧૦ ટકાથી વધુ હોય તો લોનનો પ્રકાર અને રકમ જાહેર કરવાના હોય છે. જોકે, કોઇ પણ પક્ષે આ વિગત જાહેર કરી નથી.’