ગોધરા તાલુકાના લાડપુર ગામે વહેલી સવારે ઘરમાં દિપડો ઘુસ્યો : ૭ કલાકની જહેમત બાદ દિપડો પાંજરે પુરાયો

ગોધરા,
ગોધરા તાલુકાના લાડપુર ગામે વહેલી સવારે એક મકાનમાં દિપડો ધુસી ગયો હતો. દિપડો ઘરમાં છુપાઈ જતાં ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા દિપડાને પાંજરે પુરવા માટે રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું હતું. સાત કલાની ભારે જહેમત બાદ દિપડાને બેહોંશ કરીને પાંજરે પુરવામાં આવતાં ગ્રામજનોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

પંચમહાલ જીલ્લામાં દિપડાની સંખ્યામાં વધારો થયો છે. જંગલ વિસ્તારને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં દિપડા ઘસી આવતાં હોવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. ગત વર્ષે ઘોઘંબા તાલુકાના ત્રણ ગામોમાં દિપડાના હુમલામાં ચાર થી પાંચ જેટલી વ્યકિતઓના મોત નિપજાવાની ધટના બની હતી. બાદમાં ફોરેસ્ટ વિભાગ ટીમે એક સપ્તાહ સુધી ધામા નાખીને દિપડાને ઝડપી પાડતાં ગ્રામજનોમાં ગભરાહટ ઓછો થયો હતો. ત્યારબાદ અવારનવાર જીલ્લાના અનેક ગામોમાં દિપડો લટાર મારતો હોવાના સમાચારો આવતાં રહે છે. આજરોજ ગોધરા તાલુકાના લાડપુર ગામે વહેલી સવારે જંગલ વિસ્તાર માંથી શિકારની શોધમાં ગામમાં આવી ચડેલ દિપડો લોકોની હિલચાલને દેખીને એક ઘરમાં છુપાઈ ગયો હતો. લાડપુર ગામે એક ઘરમાં દિપડો ઘસી આવીને સંતાઈ રહ્યો છે. તેવી જાણકારી થી ગ્રામજનોમાં ડર અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ઘરમાં સંતાઈ ગયેલ દિપડા અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતં ફોરેસ્ટની ટીમ લાડપુર ગામે દોડી આવી હતી અને દિપડાને ઘરમંથી બહાર કાઢીને પાંજરે પુરવા માટે રેસ્કયુ એાપરેશન હાથ ધર્યું હતું. ઘરમાં સંતાયેલ દિપડાને પાંજરે પુરવા માટે ફોરેસ્ટ વિભાગનું કલાક સુધી ભારે જહેમત કરીને આખરે દિપડાને બેભાન કરીને પાંજરે પુરવામાં આવ્યો હતો. લાડપુર ગામે ઘરમાં સંતાવેલ દિપડાને ફોરેસ્ટ વિભાગ ઝડપી પાડતાં ગ્રામજનો એ હાશકારો લીધો હતો. ફોરેસ્ટ વિભાગે પાંજરે પુરેલ દિપડાને સુરક્ષીત સ્થળે છોડવામાં આવશે.