મહીસાગર,રાજ્ય સરકાર દ્વારા બાગાયત ખાતાની અર્બન ગ્રીન મિશન (માળી તાલીમ) યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે.રાજ્ય સરકાર દ્વારા બાગાયત ખાતાની 2023-24 માટે અર્બન ગ્રીન મિશન (માળી તાલીમ) યોજના નવી બાબત તરીકે મંજુર કરવામાં આવી છે. રાજ્યના શહેરોમાં બાગાયત વ્યાપ વધારવા તેમજ તાલીમ થકી યુવાનોના કૌશલ્યમા વૃદ્ધિ કરી તેમના માટેરોજગારીની નવી તકો ઉભી કરવાના નેક ઉદેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા વધુ એક નવી યોજના તરીકે અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. યોજના અંતર્ગત 18 થી 45 વર્ષના તાલીમાર્થીને ત્રણ દિવસીય તાલીમ, ગાર્ડન ટુલ કીટ અને રૂ 250 પ્રતિ દિનની મર્યાદામાં વૃતીકા મળવા પાત્ર રહેશે.અર્બન ગ્રીન મિશન (માળી તાલીમ) માટે આઈ ખેડૂત પોર્ટલ મારફત (https://ikhedut.gujarat.gov.in) તા. 22/09/2023 સુધી અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ લઈ નિયત જગ્યાએ અરજદારે સહી કરી નિયત સમયમા જરૂરી સાધનિક કાગળો સહીત નાયબ બાગાયત નિયામકની કચેરી, સરદાર પટેલ સ્કુલની બાજુમાં, ચાર કોશીયાનાકા, મોડાસા રોડ, લુણાવાડા ખાતે રૂબરૂ અથવા ટપાલ મારફત મોકલી આપવા નાયબ બાગાયત નિયામકની અખબારીયાદીમાં જણાવાયું આવે છે.