- TOD મેડમના આવ્યા બાદ નરેગાના કામોમાં પારદર્શકતા આવી છે
- વચેટીયાઓના પત્તા કપાતા આવા આક્ષેપો કરાયા છે.
- TOD વિરૂદ્ધ થયેલ આક્ષેપોની નિષ્પક્ષ તપાસની માંગ સાથે TODને લેખિત રજુઆત
શહેરા,
શહેરા તાલુકાના પાનમ મહિલા સંગઠન દ્વારા શહેરા તાલુકા વિકાસ અધિકારી સામે કરવમાંં આવેલ આક્ષેપોનું ખંડન કર્યું છે અને TODના સમર્થન અને તેમના આવ્યા પછી જે ખોટો મસ્ટર ભરતા હતા. તે બંધ થયા છે. તેના દ્વારા શ્રમિકોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર પ્રશ્ર્નોનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તેમની સામે થયેલા આક્ષેપની તટસ્થ તપાસ કરવા માટે માંગ કરાઈ છે. શહેરા તાલુકામાં પાનમ મહિલા સંગઠન જે પાનમ વિસ્થાપિત ૩૦ ગામોમાં ૩૦૦૦ બહેનો સંગઠનમાં કાર્ય કરી રહી છે.
આ મહિલા સંગઠનની મહિલાઓ દ્વારા શહેરા તાલુકા વિકાસ અધિકારી સામે કરવામાં આવેલા આક્ષેપો મુકવામાંં આવ્યા છે. તે વાસ્તવિકતાથી જુદા છે. TOD એ શહેરા તાલુકામાં ચાર્જ સંભાળ્યો છે. ત્યારથી અમારા ગામોમાં નરેગાના કામોની સાઈડો ચાલુ થયેલ છે. શ્રમિકોને સમયસર મજુરી મળતી થઈ છે. TOD દ્વારા નરેગાના કામોની સાઈડો ઉપર શ્રમિકોની રૂબરૂ મુલાકાત લઈને જે કોઈ પ્રશ્ર્નોનું ત્વરીત નિકાલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી નરેગાના કામોમાં વચેટીયા પૈસા ખાતા હતા. તે બંધ થયા છે. તે ભ્રષ્ટાચાર ઓછો થયો છે. તાલુકા વિકાસ અધિકારી તરીકે ખોટું ચલાવી લેતા નથી અને ભ્રષ્ટાચાર ઉપર લગામા લાગી છે. અત્યાર સુધી જે ખોટા મસ્ટર હતા. તે કેન્સલ કરાવ્યા છે. શહેરા તાલુકા વિકાસ અધિકારીના પદભાર સંભાળ્યા બાદ તાલુકા પંચાયતનો વહીવટ પારદર્શન બન્યો છે.
જેને લઈ શહેરા તાલુકા વિકાસ અધિકારીની કામગીરી અને પારદર્શક વહીવટને જોતાં પાનમ મહિલા સંગઠન અને મહિલા શ્રમિકો દ્વારા TOD ઉપર કરવામાં આવેલા આક્ષેપોનું ખંડન કરવામાં આવ્યું છે. અને આવા આક્ષેપો કરનાર સામે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય તેવી માંંગ સાથે પાનમ મહિલા સંગઠન દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી છે.