તહેવારો આવી ગયા છે ત્યારે પોલીસ વિભાગ (Police Department) પણ કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે સજ્જ થયો છે. જે અંતર્ગત દ્વારકા નગરીમાં જન્માષ્ટમી (Janmashtami) મહોત્સવને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. દ્વારકાધીશના મંદિર આસપાસના વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે. ડ્રોન (Drone) ઉડાવવાથી અકસ્માતમાં જાનહાની થવાની ભીતિને લઈ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે.
આ જાહેરનામું 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે અને જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. પોલીસ વિભાગના ડ્રોન ઓપરેટર દ્વારા સતત મોનિટરિંગ પણ કરાશે. જિલ્લા પોલીસે જાહેરનામું બહાર પાડી સ્પેશિયલ ટ્રેઈન પોલીસ કર્મીચારી પણ તહેનાત કરાયા છે.