સંજેલીમાં વન વિભાગ દ્વારા વિશ્વ પ્રયાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

  • સંજેલી વનવિભાગ દ્વારા હીરોલા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ  રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું, 
  • સંજેલી RFO રાકેશ વણકરે પર્યાવરણના સંરક્ષણ કરવા માટે  વિસ્તારોને હરિયાળુ બનાવવા માટે દ્રઢ સંકલ્પ લેવડાવ્યા હતા

વિશ્વ પર્યાવરણ દિવસ/વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂને વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે. વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત રહેવા અને તેને સુરક્ષિત રાખવા માટે પ્રેરિત છે. વિશ્વ પ્રયાવરણ દિવસની ઉજવણી સંજેલી તાલુકાના હીરોલા ગામે સંજેલી વન વિભાગ દ્વારા  વિશ્વ પ્રયાવરણ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પકૃતિના ફાયદાઓ, વૃક્ષારોપણના ફાયદાઓ વિશે પ્રજાને માહિતગાર કર્યા હતા પકૃતિના સંરક્ષણ માટે, આસપાસના વિસ્તારોને હરિયાળું બનાવવા માટે હાજર સૌ લોકોએ દ્રઢ સંકલ્પ લીધા હતા.

હીરોલા ગામે વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંજેલી વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ બાદ આશાવર્કરોનI બહેનો તેમજ ગ્રામજજનોને સંજેલી વનવિભાગ દ્વારા  રોપાનું વિતરણ કર્યું હતું વિશ્વ પ્રયાવરણના દિવસે સંજેલી RFO, રાકેશ વણકર દ્વારા વિશ્વ પ્રયાવરણ દિવસના અવસરે આવો સૌ સાથે મળીને આપણી આસપાસના વિસ્તારોને હરિયાળું બનાવીએ, પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે દ્રઢ સંકલ્પ સાથે પ્રતિજ્ઞા લેવડાવી હતી વિશ્વ પર્યાવરણના દિવસે સંજેલી RFO, રાકેશ વણકર, તાલુકા પંચાયત પ્રમુખ ભુપેન્દ્ર સંગાડા, તાલુકા પાર્ટી પ્રમુખ જશુભાઈ બામણિયા,સંજેલી વનવિભાગ સ્ટાફ,આશાવર્કરો બહેનો સહિત ગ્રામજનોએ જોડાયા હતા.

રિપોર્ટર : ફરહાન પટેલ સંજેલી