
કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત શનિવારે રાત્રે અચાનક બગડી હતી. હાલ તેમને નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોએ આપેલ જાણકારી અનુસાર, તેમને હળવા તાવના લક્ષણો છે. હાલ તેઓ ડોકટરની દેખરેખ હેઠળ છે અને તેમની તબિયત સારી છે.
અગાઉ માર્ચમાં પણ સોનિયા ગાંધીને ખરાબ તબિયતના કારણે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, એક દિવસ પછી જારી કરાયેલા મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.