સંંતરામપુર થી સંતરોડ સુધીના માર્ગ બિસ્માર થતાં વાહન ચાલકોને પરેશાની

સંંતરામપુર, સંતરામપુર થી સંતરોડ સુધીનો રોડ બીસ્માર હાલતમાં વાહન ચાલકોને પડતી મુશ્કેલી અને નાના-મોટા અકસ્માતો વધી રહ્યા છે. સંતરામપુર થી સંતરોડ સુધીનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળી આવેલો છે, આ રોડ ઉપર સંતરામપુર થી ગોધરા સુધીના મોટાભાગના વાહનો અહીંયાથી પસાર થતા હોય છે અને સૌથી વધારે આ રોડનો ઉપયોગ થતો હોય છે. પરંતુ આવા રોડને ખરાબ કન્ડિશન જોઈને સ્ટેટ વિભાગ તંત્રને જરાય મરામત અને ખાડા પૂરવામાં જરાય રસ નથી. આના કારણે વાહન ચાલકોની અકસ્માતની દુર્ઘટનાઓ પણ વધી રહેલી છે. આવા આવી કાળજાળ મોંઘવારીમાં ભંગાર અવસ્થામાં રોડ હોવાના કારણે વાહન ચાલકોને વાહનોને નુકસાન અને ઇંધણ પણ મોંઘુ પડતું હોય છે. આવી પરિસ્થિતિ જોવાયેલી છે પરંતુ તંત્ર દ્વારા સંતરામપુર થી સંતરોડનો રોડને મરામત કરવા જરાય રસ રહેતો નથી. ચોમાસા પહેલા મુખ્ય રોડ રીપેરીંગ અને મરામત કરવાની તંત્રની ફરજમાં આવતી હોય છે, તેમ છતાં એક બાજુ તો વેલ મીન્સ અને કાકરાના ઢગલાં કરી મુકેલા છે .પરંતુ ખાડા પણ પૂરવામાં આવતા નથી. આવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે. રાત્રિના સમયે વાહન ચાલકો મોટા મોટા ખાડા હોવાના કારણે કેટલીકવાર તો પડી પણ જતા હોય છે. વહેલી તકે મુખ્ય રોડ પર રોડની મરામત કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છ.