- એસ.ઓ.જી. પોલીસ અને હેલ્થ ઓફિસરની ટીમે રેઈડ કરીને ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તબીબોને ઝડપ્યા
- જીલ્લાના અનેક તાલુકાના અંતરિયાળ ગામોમાં ઝોલાછાપ તબીબો દવાખાના રૂપી હાટડીઓ ચલાવી રહ્યા છે
ગોધરા,
પંચમમહાલ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોની ભોળી ભાળી પ્રજાના આરોગ્ય સાથે બોગસ ડીગ્રી વગરના ઝોલાછાપ તબીબો ચેડા કરતાં હોય છે. જીલ્લાના અંતરિયાળ ગામોને આવા બોગસ ઝોલાછાપ તબિબો કમાવાનું આશ્રય સ્થાન બનાવતા હોય છે. હાલમાંં જીલ્લા પોલીસવડાની સીધી સુચનાથી એસ.ઓ.જી. પોલીસ અને આરોગ્ય વિભાગની હેલ્થ ઓફિસરની ટીમને સાથે રાખીને જીલ્લાના વિવિધ સ્થળો એ રેઈડ કરી હતી અને ૬ બોગસ તબીબોને દવાઓના જથ્થા અને મેડીકલ ઈન્સ્ટુમેન્ટ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
પંચમહાલ જીલ્લો આદિવાસી બહુમૂલ્ય ધરાવતો હોય અને લોકો ભોળાભાળા હોય તેનો ફાયદો ઉઠાવવા માટે પરપ્રાંતિય બોગસ અને ડીગ્રી વગરના ઝોલાછાપ તબીબો ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનું શરૂ કરીને આશ્રય સ્થાન પણ બનાવે છે. ર્ડાકટરને ધરતીપરનો ભગવાન માનવામાં આવતો હોય ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાના ખોલીને બેઠેલા બોગસ તબીબોની ઓળખ ભોળી પ્રજા કરવા સક્ષમ હોતી નથી. પરિણામે આવા બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને તબીબી સારવાર કરીને નાણા કમાતા હોય છે.
પંચમહાલ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અવારનવાર આવા બોગસ અને ડીગ્રી વગરના તબીબોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતા હોય છે. હાલ કોરોના મહામારીના સમયમાં આવા બોગસ અને ઝોલાછાપ તબીબો ગ્રામ્ય વિસ્તારોમાં ચેડા કરતા હોય છે. ત્યારે પંંચમહાલ જીલ્લા પોલીસવડાની સીધી સુધના થી એસ.ઓ.જી. પોલીસ દ્વારા આરોગ્ય હેલ્થ ઓફિસર અને ટીમને સાથે રાખીને જીલ્લાની વિવિધ ગામોમાં રેઈડ કરતી હતી. રેઈડ કાર્યવાહી દરમ્યાન કાલોલ તાલુકાના એરાલ બજાર ફળીયામાં દવાખાનું ચલાવતા ડીગ્રી વગરના પશ્ર્ચિમ બંગાળના બોગસ તબીબ ઉજ્જવલ નિર્મલેન્દ્ર હલદરના દવાખાના ઉપર રેઈ૯ કરવામાં આવી હતી. રેઈડ દરમ્યાન ૬૫ પ્રકારની એલોપેથીક દવાઓ કિંમત ૫૪,૮૦૦/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો. કાલોલના એરાલ નિશાળ ફળીયામાં દવાખાનંું ચલાવતા બોગસ તબીબ સરનંદુ શુકલાલા હલદર હાલ રહે.એરાલ અને મુળ પશ્ર્ચિમ બંગાળના દવાખાના ઉપર રેઈડ કરી દવાખાના માંથી ૪૭ પ્રકારની દવાઓ કિંંમત ૪૨,૦૮૦/-રૂપીયાના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. હાલોલ તાલુકાના શિવરાજપુર ધોડા ફળીયામાં દવાખાનું ચલાવતા બોગસ તબીબ ગીરીશભાઈ પ્રમોદભાઈ પટેલ રહે. ધોડા ફળીયા શિવરાજપુરના દવાઓ કિંમત ૨,૨૬,૮૧૩/-રૂપીયાના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.
ગોધરા શહેર પશ્ર્ચિમ વિસ્તારમાં કેપ્સુલ ફેકટરી પાસે મણકી કોમ્પ્લેકસમાં દવાખાનું ચલાવતા બે બોગસ તબીબો સુફીયાન મહેબુબભાઈ વાઢેલ રહે.મેંંદા પ્લોટ, ગોધરા, ઓવેશ ઈલ્યાસભાઈ સદામસ રહે.જહુરપુરા, પોસ્ટ ઓફિસ સામેના દવાખાનામાં રેઈડ કરી તપાસ કરતાં દવાખાના માંથી ૧૯ પ્રકારની દવાઓ કિંંમત ૭૭,૯૪૩/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. ગોધરા શહેર પશ્ર્ચિમ વિસ્તારમાં મીમ મસ્જીદ પાસે સિગ્નલ ફળીયામાં દવાખાનું ચલાવતા બોગસ તબીબ સાદ્દીક મોહમંંદ સઈદ મલાના દવાખાના ઉપર રેઈડ કરીને ૧૦,૮૭૬/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.
પંચમહાલ જીલ્લામાં ડીગ્રી વગર એલોપેથીક દવાઓ કરીને લોકોની સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં ૬ બોગસ ડીગ્રી વગરના ઝોલાછાપ તબીબોને ઝડપી તેમની પાસેથી ૩૫૦ પ્રકારની દવાઓ કિંમત ૪,૧૨,૫૯૩/-રૂપીયાના મુદ્દામાલ કબ્જે લઈ તમામ બોગસ તબીબો વિરૂદ્ધ મેડીકલ પ્રેકટીસ એકટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
એસ.ઓ.જી. પોલીસ અને આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર દ્વારા જીલ્લાના વિવિધ સ્થળો એ રેઈડ કરીને ૬ જેટલા બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે. પરંતુ આવા બોગસ ડીગ્રી વગરના ઝોલાછાપ તબીબો જીલ્લાના મોરવા(હ) તાલુકાના અંતરિયાળ ગામોમાંં ઘોઘંબા તાલુકાના ગામો, ગોધરા તાલુકાના ગામો, શહેરા તાલુકાના ગામોમાંં લોકોનો વિશ્ર્વાસ જીતીને દવાખાનારૂપી હાટડીઓ ચલાવી રહ્યા છે. અને ભોળી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે. જો મોરવા તાલુકા, ઘોઘંંબા, શહેરા અને ગોધરા તાલુકાના તબીબોની સંંખ્યા વધશે આવા બોગસ ડીગ્રી વગરના ઝોલાછાપ તબીબોને ઝડપી પાડીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય રોકવા જરૂરી છે.