ઉત્તરાખંડના ઋષિકેશમાં ગંગા નદીના કિનારે બનેલા લોકપ્રિય લક્ષ્મણ ઝૂલા પર ફ્રાન્સની એક યુવતીએ ન્યૂડ બનાવ્યો હતો. જો કે, પોલીસે આ યુવતીની ધરપકડ કરી છે. જો કે, બાદમાં આ યુવતીને જામીન પર છોડી મુકવામાં આવી હતી. 27 વર્ષિય આ યુવતી ઋષિકેશમાં લક્ષ્મણ ઝૂલા પર ન્યૂડ વીડિયો શૂટ કરી રહી હતી. પોલીસે જણાવ્યુ હતું કે, સ્થાનિક વોર્ડના કોર્પોરેટરે 25 ઓગસ્ટના રોજ આ યુવતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. કોર્પોરેટરને આ જાણકારી સોશિયલ મીડિયા દ્વારા મળી હતી. ફરિયાદ મળ્યા બાદ આ યુવતી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન માલૂમ પડ્યુ કે, તેણે લક્ષ્મણ ઝૂલા પર ન્યૂડ થઈ નગ્ન અવસ્થામાં વીડિયો બનાવ્યો હતો. જે સાર્વજનિક સ્થળ પર અશ્લીલતા માનવામાં આવે છે. સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું કે, આ મહિલા ઋષિકેશની એક હોટલમાં રહે છે. આ વિદેશી મહિલાનું સરનામું લઈ પોલીસ હોટલમાં પહોંચી અને આ ઘટના વિશે પૂછ્યુ. પૂછપરછમાં યુવતી આ વાતની ખરાઈ કરી. જો કે, આ મહિલાને આ વાતની ખબર નહોતી કે, ભારતમાં આ વસ્તુ ગેરકાનૂની છે. બાદમાં મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.