હાલોલ,
હાલોલના ફાંટા તળાવમાં ચાર લોકો ન્હાવા પડયા હતા. જેમાંથી બે લોકો સલામત રીતે બહાર આવી ગયા હતા. જ્યારે બે સગાભાઈઓ તળાવના પાણીમાં ડુબી ગયા હાત. ફાયર ફાયટરો અએ ભારે જહેમત બાદ બન્ને ભાઈઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો પ્રમાણે હાલોલના ફાંંટા તળાવમાં ચાર યુવકો ન્હાવા માટે તળાવમાંં પડયા હતા. તળાવમાંં ન્હાવા ગયેલ ચાર યુવકો પૈકી બે યુવકો સહિસલામત રીતે બહાર આવ્યા હતા. જ્યારે બે સગાભાઈઓ તળાવના પાણીમાં ડુબી ગયેલ હતા. આ બાબતે પોલીસ અને ફાયર બ્રીગેડને જાણ થતાં ધટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ફાયટરો એ ભારે જહેમત બાદ બે યુવકો હેક વાધેલા ઉ.વ.૧૭ અને કાલુ વાધેલા ઉ.વ.૧૩ના મૃતદેહ શોધીને બહાર કાઢવામાંં આવ્યા હતા. બન્ને મૃતદેહને પી.એમ. અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક સાથે બે સગાભાઈઓના ડુબી જવાથી મોત થયાના પગલે પરિવારમાં માતમ છવાયો છે. આ બાબતે હાલોલ ટાઉન પોલીસ મથકે અ.મોતનો ગુનો નોંકી કાર્યવાહી હાથ ધરી છે.