
ઘણા વર્ષોથી ચાલી આવતી પરંપરા જાળવી રાખી, મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા.
કદવાલ તાલુકાના કદવાલ ગામે રાજવી પરિવાર દ્વારા ગણેશજીની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઠાકોર ભરતસિંહજી દાદા અને કુંવર જય પ્રતાપસિંહજી હાજર રહ્યા હતા. તેમણે ગણપતિબાપાની આરતી ઉતારી આશીર્વાદ લીધા હતા.
કદવાલ ગામે ઘણા વર્ષોથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. કહેવાય છે કે, અંગ્રેજ શાસન સમયથી આ પરંપરા કદવાલમાં ચાલી આવે છે. રાજવી પરિવારે આજે પણ આ પરંપરા જાળવી રાખી છે. ગણેશ ઉત્સવના છઠ્ઠા દિવસે આ આરતીનું આયોજન થયું હતું. આરતીનો લાભ લેવા માટે ગામમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.