
દરભંગાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસમાં મોટી દુર્ઘટના ટળી હતી. ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેનના AC કોચના વ્હીલમાં ઓવરહીટિંગની ઘટના બની હતી. ટ્રેન ગોધરા પહોંચી ત્યારે તેના A-1 AC કોચના વ્હીલમાં અચાનક વધુ પડતી ગરમી થવા લાગી હતી. આ ઘટના સામે આવતા રેલવે તંત્રમાં હડકંપ મચી ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગે તરત જ ટ્રેનને ગોધરા રેલવે સ્ટેશન પર રોકી દીધી. સ્ટેશન અધિક્ષક, RPF, GRP અને રેલવેના કેરેજ એન્ડ વેગન વિભાગની ટીમ તરત પ્લેટફોર્મ પર પહોંચી ગઈ હતી. રેલવેની ટેકનિકલ ટીમે તપાસ કરી. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખામીવાળા A-1 AC કોચને ટ્રેનથી અલગ કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ કોચમાં સવાર બધા મુસાફરોને સુરક્ષિત રીતે બીજા કોચમાં બેસાડવામાં આવ્યા હતા. ખામીવાળા કોચને અલગ કર્યા પછી સાબરમતી એક્સપ્રેસને અમદાવાદ તરફ રવાના કરવામાં આવી હતી. આ આખી કામગીરીને કારણે ટ્રેન લગભગ 2 કલાક મોડી પડી હતી.