મુંબઇ, મુંબઈમાં વિપક્ષના સંગઠન એનડીએની બેઠક થવાની છે. આ અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. એવામાં એકનાથ શિંદે જુથના કેટલાક નેતાઓએ ઉદ્ધવ ઠાકરે પર ચાબખા માર્યા છે.
આ નેતાઓનું એવું કહેવું છે કે, સાવરકરને ગોળી મારનારાઓ સાથે ઉદ્ધવ ઠાકરે બેસી ગયા છે. ત્રીજા રાઉન્ડની વિપક્ષના સંગઠનની આ બેઠકમાં એક લોગો લૉંચ કરવામાં આવી શકે છે. આ બેઠકમાંથી એવું પણ નક્કી થઈ શકે છે કે, આખરે લોક્સભાની ચૂંટણીમાં કોણ મુખ્ય ચહેરો રહેશે.
એકનાથ શિંદે જૂથના સાંસદ ગજાનન કીર્તિકાર અને મંત્રી દીપક કેસરકરે કહ્યું હતું કે, યુપીએનું નામ ઈન્ડિયા કરી લેવાથી ચહેરો અને ચરિત્ર બદલતા નથી. કાર સેવકો પર ગોળીબાર કરનારા, લાલ કૃષ્ણ અડવાણીના રથને રોકનારા, કલમ ૩૭૦ ફરી લાગુ કરવાનું કહેનારા અને વીર સાવરકરને ગાળો દેનારા લોકો સાથે ઉદ્ધવ ઠાકરે બેઠા છે. આ જોઈને ઘણી પીડા થાય છે. છું છ દાયકાઓથી શિવસેનાનો સૈનિક છું. આ પહેલા મને આવી પીડા ક્યારેય થઈ નથી. બાળા સાહેબ પણ અત્યારે આ ચિત્ર જોઈને દુ:ખી થયા હોત. આ તમામ મુદ્દાઓ પર ઉદ્ધવ શું કહેશે. એવા લોકોનું તે સ્વાગત કરી રહ્યા છે જેઓ એક સમયે બાળા સાહેબને ગાળો દેતા હતા.
વિપક્ષી સંગઠન ઇન્ડિયામાં ૧૭ રાજકીય પાર્ટી તો પરિવારવાદની પાર્ટી છે. જે પોતાનું અસ્તિવત્વ બચાવવા માટે આવી છે. શિંદ જુથના અન્ય એક નેતાએ કહ્યું હતું કે, નીતીશકુમાર, લાલુ યાદવ, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ કોઈ જ વડાપ્રધાન બની શક્યા નથી. વિપક્ષ ૩ નહીં ૧૩ મિટિંગ કરી લે. પણ એનાથી કંઈ થવાનું નથી. કોડનેશન કમિટીના સંયોજક આ બધુ દેખાડશે તથા બનાવશે. પણ આનો અંત કંઈ નહીં હોય. આ રાજકીય માહોલ વચ્ચે સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં લોક્સભાની ચૂંટણી યોજાઈ શકે છે. પણ એવું માનવામાં આવી રહ્યું છે કે, લોક્સભાની ચૂંટણી રામ મંદિરનું લોકાર્પણ થયા બાદ જ યોજાશે.