ઉમરા કરી પરત ફરતા જ રાખી સાવંતને લાગ્યો જોરનો ઝટકો, શર્લિન ૨૦૦ કરોડનો માનહાનિ કેસનો દાવો ઠોકશે

મુંબઇ, સાઉદી અરબનાં મક્કાથી ઉમરા કર્યા બાદ રાખી સાવંત ગુરુવારે સવારે દેશ પાછી આવી ગઈ. પરંતુ મુંબઈ એરપોર્ટથી બહાર નિકળતાની સાથે જ તેને મોટો ઝટકો લાગ્યો. શર્લીન ચોપડાએ દાવો કર્યો છે કે તે રાખી સાવંત પર ૨૦૦ કરોડ રૂપિયાનો માલહાનિનો કેસ કરશે. શર્લીનનાં આ નિર્ણયની જાણકારી પેપરાઝીએ રાખી સાવંતને એરપોર્ટ પર આપી. ત્યારે રાખી શાંત રહીને બોલી કે મને આ વિશે કંઈ ખબર નથી.

આ દરમિયાન પેપરાઝીએ રાખીને કહ્યું કે,’તમારી પીઠ પાછળ ૨૦૦ કરોડ રૂપિયાનાં માનહાનિનાં કેસની વાત થઈ રહી છે. આ સવાલ પર રાખીએ કહ્યું કે મને કંઈ જ નથી ખબર. હું તો અત્યારે ઉમરા કરીને આવી છું. હું ઘણી પવિત્ર ધરતી પર ગઈ હતી. મને આ કંઈ જ નથી ખબર. કોણ શું ડ્રામા કરી રહ્યું છે. આ કોની વાત કરી રહ્યાં છે, મને કંઈ નથી ખબર’

મુંબઈ એરપોર્ટ પર પણ રાખી સાઉદી અરબની જેમ બુર્ખામાં જોવા મળી હતી .જો કે તેમનો ચહેરો ખુલ્લો હતો. રાખી સાવંતનું સ્વાગત કરવા એરપોર્ટ પર ઘણાં લોકો પહોંચ્યાં હતાં. ફુલોની માળાથી તેનું દેશમાં સ્વાગત કરવામાં આવ્યું.

રાખી અને શર્લિનની વચ્ચે પહેલા વિવાદ થયો હતો. વાત પોલીસ સુધી પહોંચી ગઈ હતી પરંતુ પછી બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ. જો કે આદિલ દુર્રાનીનાં જેલમાંથી બહાર નિકળ્યાં બાદ શર્લીન ફરી રાખીનો વિરોધ કરી રહી છે. શર્લિનનું કહેવું છે કે રાખી અને તેની વકીલ ફાલ્ગુની બ્રહ્મભટ્ટે મીડિયાની સામે શર્લિનની પ્રાઈવેટ ફોટોઝ દેખાડીને તેને શરમિંદા કર્યું છે.