મુંબઇ, સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર ૨’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મની સફળતાથી ડાયરેક્ટર અનિલ શર્મા ખૂબ જ ખુશ છે. ગદર ૨ ફિલ્મ મેર્ક્સ, એક્ટર્સ ફિલ્મની સક્સેસ એન્જોય કરી રહ્યા છે. ફિલ્મ ‘ગદર ૨’એ બોક્સ ઓફિસ પર ૪૫૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે ૫૦૦ કરોડ રૂપિયાના ક્લબમાં શામેલ થવા જઈ રહી છે.
ફિલ્મ ગદર ૨ બ્લોકબસ્ટર થયા પછી ગદર ૩ની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. ગદર ફ્રેંચાઈઝીની લીડિંગ લેડી અમીષા પટેલે ગદર ૩ કરવા માટે એક શરત મુકી છે. મીડિયા રિપોર્ટ અનુસાર અમીષા પટેલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, તે ગદર ૨ રિજેક્ટ કરી શકે છે. તે માત્ર એક શરત પર આ ફિલ્મ કરશે.
અમીષા પટેલે જણાવ્યું કે, ગદર ૩માં તારા સિંહ અને સકીનાના વધુ સીન નહીં હોય તો તે ફિલ્મ રિજેક્ટ કરી દેશે. અમીષા પટેલે જણાવ્યા અનુસાર ગદર ૩માં તારા સિંહ અને સકીના વધુ જોવા નહીં મળે તો ફિલ્મ કરવાની ના પાડી દેશે.
અમીષા પટેલ જણાવે છે કે, તે તેના ફેન્સને નિરાશ નહીં કરે. ગદર ૨ જોયા પછી ફેન્સે ફીડબેક આપતા કહ્યું છે કે, ફિલ્મમાં તારા સિંહ અને સકીનાને વધુ સ્ક્રીન સ્પેસ આપવામાં આવી નથી. ઓછી સ્ક્રીન મળવા પર અમીષા પટેલે નારાજગી વ્યક્ત કરી છે. ફેન્સના ફીડબેકને ધ્યાનમાં રાખીને અમીષા પટેલે કહ્યું છે કે, ગદર ૨ જોયા પછી ફેન્સને જે વસ્તુની ઓછપ લાગી છે, તે બાબતે ગદર ૩માં નારાજ નહીં કરે. અમીષા પટેલનું માનવું છે કે, ફેન્સ થિએટરમાં તારા સિંહ અને સકીનાને જોવા માટે આવે છે અને તેમને આ જોડી ખૂબ જ પસંદ આવે છે.