એશિયા કપ 2023ની પ્રથમ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આક્રમક અંદાજ દેખાડ્યો છે. બાબર આઝમે નેપાળ વિરુદ્ધ મુલ્તાનમાં રમાઈ રહેલી મેચમાં શાનદાર સદી ફટકારી છે. બાબર આઝમે ત્રીજા ક્રમે બેટિંગ કરતા 109 બોલમાં સદી ફટકારી હતી. બાબર આઝમના વનડે કરિયરની આ 19મી સદી છે. બાબર આઝમ પાકિસ્તાન માટે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટરોના લિસ્ટમાં 19 સદી સાથે પ્રથમ સ્થાને છે. પાકિસ્તાન માટે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પૂર્વ બેટર સઈદ અનવરના નામે છે. સઈદ અનવરે પાકિસ્તાન માટે વનડે ક્રિકેટમાં 20 સદી ફટકારી છે.
નેપાળ વિરુદ્ધ મુલ્તાનમાં રમાઈ રહેલી એશિયા કપ 2023ની પ્રથમ મેચમાં બાબર આઝમે વનડે કરિયરની 19મી સદી પટકારી છે. આ સાથે પાકિસ્તાનના કેપ્ટને એક મોટો રેકોર્ડ તેના નામે કરી લીધો છે. બાબર આઝમ વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 19 સદી ફટકારનાર બેટર બની ગયો છે. બાબર આઝમે આ મામલા આફ્રિકાના હાશિમ અમલા અને ભારતના વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે. બાબર આઝમ અંતમાં 131 બોલમાં 151 રન બનાવી આઉટ થયો હતો. બાબરે પોતાની ઈનિંગમાં 14 ચોગ્ગા અને ચાર સિક્સ ફટકારી હતી.
વનડેમાં સૌથી ઝડપી 19 સદી ફટકારનાર બેટર
1. બાબર આઝમ (પાકિસ્તાન): 102 ઇનિંગ્સ
2. હાશિમ અમલા (દક્ષિણ આફ્રિકા): 104 ઇનિંગ્સ
3. વિરાટ કોહલી (પાકિસ્તાન): 124 ઇનિંગ્સ
4. ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા): 139 ઇનિંગ્સ
5. એબી ડી વિલિયર્સ (દક્ષિણ આફ્રિકા): 171 ઇનિંગ્સ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બાબર આઝમનો રેકોર્ડ
1. વનડે – 19 સદી
2. ટેસ્ટ – 9 સદી
3. T20I – 3 સદી
પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 31 સદી ફટકારી ચુક્યો છે.