
રાજ્યમાં મહિલાઓની છેડતી અને દુષ્કર્મના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવે આવ્યો છે કે, જ્યાં પરિણીતાએ એક અજાણ્યા ઇસમ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાનો આક્ષેપ છે, કે અજાણ્યો ઈસમ તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને ચડ્ડી કાઢીને કહેવા લાગ્યો હતો કે ભાભી અહીં આવો. ત્યારબાદ અજાણ્યા ઇસમે પરિણીતાને બાથમાં ભીડતા તે બૂમાબૂમ કરવા લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી
રિપોર્ટ અનુસાર અમદાવાદમાં એક પરિણીતા તેના પતિ અને બાળકોની સાથે વાસણા વિસ્તારમાં રહે છે. રવિવારના રોજ સાંજના સમયે પરિણીતા તેના ઘરમાં એકલી હતી અને તે ઘર કામ કરી રહી હતી. પરિણીતા જે સમયે વાસણ ઘસતી હતી, તે સમયે દિપક નામનો એક ઈસમ પરિણીતાના ઘરની નીચે આવ્યો હતો. આ ઈસમ પરિણીતાને અવાર-નવાર હેરાન પરેશાન કરતો હતો અને તેના ઘરની નીચે ઉભો રહીને પરિણીતા સામે જોયા કરતો હતો.
પરિણીતાને પડોશમાં રહેતી એક મહિલાનું કામ હોવાના કારણે પરિણીતાએ આ મહિલાને તેના ઘરે બોલાવી હતી. પાડોશમાં રહેતી મહિલા પરિણીતાના ઘરમાં આવી તે સમયે દિપક નામનો ઇસમ મોકાનો લાભ ઉઠાવીને પરિણીતાના મકાનની અંદર ઘુસી ગયો હતો. ત્યારબાદ વાસણ ઘસતી પરિણીતા પર દિપકે નજર ખરાબ કરી હતી અને તેને પરિણીતાનો હાથ ખેંચીને તેને પોતાની બાજુ ખેંચી હતી. ત્યારબાદ તેને પોતે પહેરેલો ચડ્ડો કાઢીને તે પરિણીતાને કહેતો હતો કે, ભાભી અહીં આવો.
દિપકે ઈસમે પરિણીતા સાથે આટલું ખરાબ વર્તન કર્યા બાદ તેને બાથમાં ભીડીને નીચે સુવડાવવાનો પ્રયાસ કર્યો હતો. દિપકની આ હરકતના કારણે પરિણીતાએ બૂમાબૂમ કરી હતી. માતાની બૂમાબૂમ સાંભળીને તેનો દીકરો તાત્કાલિક ઉપર ગયો હતો અને તેને દિપકને માતા સાથે દુર્વ્યવહાર કરતા જોયો હતો. તેથી પરિણીતાના દીકરાએ દિપકને પકડી લીધો હતો અને ઘરની નીચે લઈ ગયો હતો. ત્યારબાદ બન્નેના પરિવારના સભ્યોએ સમગ્ર મામલે દિપક વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને દિપકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.