ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ માંથી નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓની ઉત્તરવહી કાંડ મામલે એક આરોપી ધરપકડ થઈ છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે સંજય ડામોર નામના આરોપીની ધરપકડ કરી છે. ઉત્તરવાહી કાંડમાં પટાવાળા તરીકે કામ કરનાર ભૂમિકા સામે આવતા તેની ઝડપી લઈને પૂછપરછ હાથ ધરાઈ છે.જોકે આ કેસમાં હજુ પણ મુખ્ય આરોપી ફરાર છે.
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ માંથી નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓની ઉત્તરવહી કાંડ મામલે એક આરોપી ધરપકડ થઈ છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે સંજય ડામોર નામના આરોપીની ધરપકડ કરી છે. ઉત્તરવાહી કાંડમાં પટાવાળા તરીકે કામ કરનાર ભૂમિકા સામે આવતા તેની ઝડપી લઈને પૂછપરછ હાથ ધરાઈ છે.જોકે આ કેસમાં હજુ પણ મુખ્ય આરોપી ફરાર છે. અમદાવાદ પોલીસે હવે મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે તજવીજ શરુ કરી દીધી છે.
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ બોટની વિભાગમાં કાર્યરત નર્સિંગની પરીક્ષાના એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહી ગુમ થઈ હતી અને મોટો વિવાદ થયો હતો. વિવાદ બાદ અંતે ગુજરાત યુનિવર્સિટી દ્વારા 12 જુલાઈના રોજ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ફરિયાદ બાદ આ કિસ્સામાં યુનિવર્સિટી પોલીસે સંજય ડામોર નામના આરોપીની ધરપકડ કરી છે.
યુનિવર્સિટીમાં પટાવાળા તરીકે નોકરી કરતો સંજય નામનો આરોપી ઉત્તરવહીકાંડના મુખ્ય આરોપી સન્ની ચૌધરી અને અમિત સિંહને મદદ કરતો હતો. આરોપી સંજય ડામોર બોટની વિભાગમાં જ રહેતો હતો, જેથી ઉત્તરવહી લાવવા અને લઈ જવાની પ્રક્રિયાથી વાકેફ હતો. મુખ્ય બે આરોપી સાથે મળીને સંજય નક્કી થયા પ્રમાણે ઉત્તરને સગેવગે કરવામાં ભૂમિકા ભજવતો. ફરિયાદ નોંધ્યા બાદ શરૂઆતથી તબક્કામાં બોર્ડની વિભાગમાં કામ કરતા તમામ કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. જેની તપાસમાં આરોપી સંજયની ભૂમિકા આવતા ફરાર થઈ ગયો હતો.
ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા ઉત્તરવહી કૌભાંડ નો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં 14 જેટલા નર્સિંગના વિદ્યાર્થીઓને ઉત્તરવહી ગુમ થઈ હતી. પોલીસે જેમની ઉત્તરવહી ગુમ થઈ હતી તેમને બોલાવીને નિવેદન પણ લીધા હતા જેમાં મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિત સિંહ નું નામ સામે આવ્યું હતુ.
આ કૌભાંડના મુખ્ય આરોપીઓ વિદ્યાર્થીઓ પાસે પરીક્ષામાં ઉત્તરવહી કોરી રાખવ્યાં બાદ એસેસમેન્ટ સેન્ટરમાંથી રાતના સમયે તેમની ઉત્તરવહી વિદ્યાર્થીઓ ને પહોંચાડતા અને જ્યાં તેના જવાબ લખવામાં આવતા. વિદ્યાર્થીઓને અજ્ઞાત સ્થળે રાખવામાં આવતા હતા, જ્યાં ઉત્તરવહી લખાવવામાં આવતી. એક વિદ્યાર્થી પાસે રૂપિયા 50 હજાર વસૂલવામાં આવતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
પકડાયેલ આરોપી સંજય ડામોર ગુજરાત યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પર પટ્ટાવાળા તરીકે છેલ્લા 6 વર્ષથી નોકરી કરે છે. ત્યારે આ કેસમાં મુખ્ય બે આરોપી વોન્ટેડ છે. જેને પકડવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.