સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજે રક્ષાબંધનના તહેવારને લઈ એક અનોખી રોનક જોવા મળી હતી. જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી. પાકા અને કાચા કામના કેદી મળી કુલ 4 હજાર કેદી ભાઈબંધુઓ રાખડી બાંધવા જેલમાં તમામ વ્યવસ્થા કરી હતી.
ભાઇ બહેનના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંઘનમાં બહેન ભાઇને રાખડી બાંધી રક્ષાનું એક વંચન આપે છે. આવુ જ વચન અમદાવાદ સાબરમતી જેલ કેદી ભાઇઓને પોતાની બહેન આપ્યુ વચન. રાખડી બાધતા જેલમાં બંધ ભાઇ જોઇને બહેન પણ ચોધાર આંસુએ રડી પડયા હતા. રાખડી બાધવા આવેલ અનેક બહેન પહેલીવાર બહારથી મળવા આવેલા પોતાના ભાઇઓને રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
હંમેશા સૂમસામ રહેતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજે રક્ષાબંધનના તહેવારને લઈ એક અનોખી રોનક જોવા મળી હતી. જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી. જુદા જુદા ગુનામાં સજા કાપતા ભાઈને જોતા જ બહેનોની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા હતા. બહેનોએ વિધિવત રીતે પોતાના કેદી ભાઈને કંકુ-ચાંદલા કરી રાખડી બાંધી મોઢુ મીઠુ કરાવી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી.
જેલમાં સજા કાપતા કેદીભાઈઓ પણ બહેનને જોઈ ભેટી પડયા હતા. બહેનોએ ભાઈઓ વહેલી તકે જેલમાંથી છુટ્ટે તેવા આર્શીવાદ આપ્યા હતા. સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી એટલે કે કોર્ટએ હજી કોઇ સજા ન ફટકારી હોય તેવા કાચા કામના કેદીને નવી જેલમાં રાખવામાં આવ્યા છે. પાકા અને કાચા કામના કેદી મળી કુલ 4 હજાર કેદી ભાઈબંધુઓ રાખડી બાંધવા જેલમાં તમામ વ્યવસ્થા કરી હતી. જ્યારે કાચ કામના કેદીને રાખડી બાધવા આવેલા બહેનોની આંખો અશ્રુભીની થઈ છલકાઈ પડ્તી હતી.
રાજ્યના અલગ અલગ ખુણામાંથી અનેક બહેનો પોતાના ભાઇને મળવા જેલ પર આવી પહોંચી હતી, આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે કેટલી બહેનો ભાઇને રાખડી બાંધીને ખુશી ખુશી આર્શિવાદ આપ્યા હતા કે જલદીથી કેદમાંથી છુટી જાય.
રક્ષાબંઘન તહેવાર ભાઇ-બહેન પવિત્ર તહેવારમાં કોઇ નાત-જાત જોવાતી નથી. તેમજ સાબરમતી જેલમાં હિન્દુ બહેનો-મુસલિમ બહેનોની ભારે ભીડ જોવા મળી હતી. ગંભીર ગુનામાં સંડોવાયેલા ગુનેગારો પણ બહેનના હાથે રાખડી બંધાવતા રડી પડયા હતા. બહેનોએ પણ ભીનીઆંખે ભાઈને રાખડી બાંધી મોઢુ મીઠુ કરાવ્યું હતુ. પોતાના ભાઇને જોઇને બહેન આંખો ભીની થઇ ગઇ હતી.
બહેનને જોઇ ભાઇ પણ આંખમાંથી સરકતા આંસુઓને રોકી શક્યો ન હતો. રક્ષાબંધનને પગલે આજે સમગ્ર દિવસ દરમિયાન જેલમાં બંધ પરિવારના સભ્યને મળવા આવનારા લોકોનો ભારે ધસારો રહેતા વિશેષ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે.