હાલોલ,હાલોલ ખાતે રહેતા ફરિયાદીને આરોપીએ ફેસબુક એકાઉન્ટમાં ફ્રી ગીફટ આઈફોન નં-14 ઉપર ઝમઝમ ઈલેકટ્રોનીક નામની જાહેરાતને ફરિયાદીએ ક્લિક કરી વોટ્સએપ ઉપર વાત કરી આરોપીએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં 2 લાખ રૂપિયા ટ્રાન્સ્ફર કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ ટેકરા ફળિયામાં રહેતા ફરહદબેન યાકુબભાઈ સરફુદ્દીન લુહાર એ આરોપીના ફેસબુક એકાઉન્ટમાં ફ્રી ગીફટ આઈફોન-14 નામની એકાઉન્ટ પરથી ઝમઝમ ઈલેકટ્રોનીક નામની જાહેરાતને અપલોડ કરતા ફરિયાદીએ ક્લિક કરતા વોટ્સએપ નં-92308662232 ઉપરથી ફરિયાદીને વાત કરીને વોટ્સએપ અલગ અલગ નંબર પરથી બેંકના એકાઉન્ટમાં નંબર તથા આઈ.એફ.એસસી કોડ મોકલી વિશ્ર્વાસમાં લઈ આઈફોન-14ની લાલચ આપી વિશ્ર્વાસમાં લઈ 2 લાખ રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સ્ફર કરાવી છેતરપિંડી કરતા હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી.