ગોધરા, મોરવા(હ)તાલુકાના ભંડોઈ ગામે રહેણાંક મકાનમાં એક ઈસમ ઈંગ્લીશ દારૂનો ધંધો કરતા હોય તે સ્થળે પોલીસે રેડ કરી કિ.રૂ.43,356/-નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા(હ)તાલુકાના ભંડોઈ ગામે રહેતા વિકાસ માનાભાઈ મકવાણાએ દિલીપ રામજીભાઈ બારીયા(રહે.પીછોડા, તા.સંજેલી)પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવીને પોતાના ધરમાં રાખીને મુકેલ છે તેવી બાતમીના આધારે મોરવા(હ)પોલીસે રેડ કરી ઈંગ્લીશ દારૂ કિ.રૂ.43,356/-નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. રેડ દરમિયાન આરોપીઓ મળી આવ્યા ન હતા.