દાહોદ,ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમા આ પર્વને ઉજવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. રક્ષાબંધન પર્વના દિવસે પણ શહેરમાં કરોડો રૂપિયાની ખરીદી લોકોએ કરી નાંખી હતી. બજારોમાં ભીડ અને રોનક દેખાઈ હતી. રાખડીઓની દુકાનો તેમજ સ્ટોલો પર મહિલાઓની ગીર્દી તો છેલ્લા એક સપ્તાહથી જોવા મળી જ રહી છે. મીઠાઈની દુકાનો પર પણ આજે ભારે ઘરાકી રહી હતી. જાણીતી દુકાનો પર તો લોકોની મીઠાઈ ખરીદવા માટે કતારો પણ નજરે પડી હતી. રક્ષાબંધન પર્વ નિમિત્તે નવા કપડા ખરીદવા માટે પણ શો રૂમ અને દુકાનોમાં ભીડ જોવા મળી હતી. બજારોમાં ઘરાકીના પગલે દુકાનો પણ મોડી રાત સુધી ખુલ્લી રહી હતી અને બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. રક્ષાબંધનની રજા બુધવારે જાહેર કરવામાં આવી હોવાથી આજે રક્ષાબંધનની ઉજવણીનો માહોલ જોવા મળશે. હોટલો, રેસ્ટોરન્ટો અને ખાણી પીણીની લારીઓ ચલાવનારાઓ માટે પણ આવતીકાલનો દિવસ કમાણી કરનારો સાબિત થયો હતો.જોકે રક્ષાબંધનની ઉજવણી માટે વતન જનારા લોકોના ધસારાના કારણે છેલ્લા બે-ત્રણ દિવસથી રેલવે સ્ટેશન, બસ ડેપો પર ભારે ભીડ જોવા મળી હતી