એકલ ગ્રામોથ્થાન ફાઉંડેશન દ્વારા રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ

ઝાલોદ, એકલ ગ્રામોથ્થાન ફાઉન્ડેશન ઈંટઉ દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેશન તશ રાઠવા તેમજ પોલીસ સ્ટાફને અને ઝાલોદ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે ડોક્ટર અને સ્ટાફને રાખડી બાંધી મોં મીઠું કરાવ્યુ હતુ કેમકે કોરોના સમય દરમિયાન જનતાની સલામતી અને સારવાર માં પોતાના જીવના જોખમે સેવા આપનાર પોલીસ કર્મચારીઓ અને આરોગ્ય કર્મચારીઓ હતા, સાથે પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ કામગીરીને એકલ ગ્રામોથ્થાન ફાઉન્ડેશનના ભાગ અધ્યક્ષિકા પિનલબેન પંચાલ દ્વારા બિરદાવી તેમની કામગીરીને નમન કરવામા આવ્યુ હતુ.