સંતરામપુર જુમ્મા મસ્જિદ પાસે તકરીર કાર્યક્રમ યોજાયો

સંતરામપુર, સંતરામપુર જુમ્મા મસ્જિદ પાસે સુન્ની યંગ કમિટી દ્વારા સંતરામપુરમાં હજરત અલ્લામા સૈયદ અમીનુલ કાદરી સાહબ નો ભવ્ય તકલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સંતરામપુર નગરના જુમ્મા મસ્જિદ પાસે ઇમામે મૌલા હસન જસને ઈમામ અહમદ રજા કોન્ફરન્સ યોજવામાં આવ્યો હતો જેમાં સુન્ની હુસેની યંગ કમિટી દ્વારા આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં લુણાવાડા ઝાલોદ ગોધરા શહેરા દાહોદ સંતરામપુર મોટા શહેરોમાંથી પણ હજરત મૌલાના સૈયદ અમીનુલ કાદરી સાહબનો તકરી નો કાર્યક્રમ સાંભળવા માટે માનવ મહેર ઉમટી પડ્યું હતું શાંતિપૂર્વક માહોલમાં આ તકરીર નો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલો હતો.